ઉદય રંજન, અમદાવાદઃ કોરોના મહામારીને કારણે આ વર્ષે રાજ્યભરમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ હતો. રાજ્ય સરકારે માતાજીની આરતી માટે મંજૂરી આપી હતી. તે અંગે પણ ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. ત્યારે ગઈકાલે આઠમું નોરતું હતું. નવરાત્રિના આઠમાં દિવસનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે માતાજીના નિવેદ સાથે પૂજા કરવામાં આવે છે.


આ રહી અમદાવાદથી કેવડિયાના સી પ્લેન ટ્રીપની ભાડાથી લઈને શિડ્યુલની આખી માહિતી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 નવરાત્રીનું પવિત્ર પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આ નવરાત્રીમાં કોરોનાના કહેરના કારણે ગરબા ન રમવા સરકારની ખાસ ગાઈડ લાઈન છે. જે ગાઈડ લાઈનનું સમગ્ર ગુજરાતના ગામે-ગામ પાલન થયું હતું. ત્યારે ગામડા ગામમા આઠમાં નોરતાનું એક વિશેષ મહત્વ છે ત્યારે ગામડામાં માતાજીની આરાધના માટે યુવતીઓએ પોત પોતાના સમાજના સામાજિક પહેરવેશમાં માતાજીની આરાધના થોડા સમય માટે ગરબા રમીને કરી હતી. નવરાત્રિના આઠમાં દિવસે નિવેદન કરીને માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે આઠમના દિવસનું એક ખાસ મહત્વ રહેલું છે અને આ આઠમના દિવસે ગુજરાતમા મોટા ભાગના સમાજમાં નિવેદ ધરીને  યુવતીઓ ગરબે રમતી હોય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube