હનીફ ખોખર/જુનાગઢ :જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી. 


ધંધુકા : કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 4ના ઓન ધી સ્પોટ મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળના શીલ ગામે બાળઓ જીવતા સાપ સાથે ગરબે રમી હતી. ત્યારે સાપ સાથે ગરબે રમવાનો video વાયરલ થયો હતો. ત્યારે વનવિભાગે આ મામલે તપાસ શરૂ કરી કરી હતી, અને ગરબા આયોજક સહિત 5 સામે કાર્યવાહી કરી હતી. શીલ ગામની પ્રાચીન ગરબાના આયોજક અને સ્નેક કેચર સહિત 5 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગરબા આયોજન કરનાર નિલેશ જોષી અને સાપ પકડનાર સ્નેક કેચરને કોર્ટમા રજૂ કરતા જામીન મુક્ત થયા હતા. તો બીજી તરફ, ખેલમાં રજૂ કરનાર સાપના દાંત પણ કાઢી લેવામાં આવ્યા હતા. ગરબે રમતી બાળાઓને જુવેનાઈલ કોર્ટમાં મોકલીને તેમની પાસેથી વન્યપ્રાણી એક્ટ મુજબ દંડ વસૂલવામા અવ્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :