ભાવીન ત્રીવેદી/ જૂનાગઢ: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી દેશને ગૌરવ અપાવનાર નીરજ ચોપરાને કરોડો દેશવાસીઓ તરફથી અભીનંદન વર્ષા થઇ રહી છે. ત્યારે જૂનાગઢ ગીરનાર રોપવે તરફથી નીરજ નામની વ્યક્તી માટે 20 ઓગસ્ટ સુધી ફ્રી ટીકીટ કરી આપીને દેશના યુવાનોને પ્રેરણા આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ ગીરનાર રોપવે એશિયાનો સૌથી લાંબો અને ઉંચો રોપવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સાકાર થયો છે. ત્યારે ગીરનાર રોપવેનું સંચાલન ઉષા બ્રેકો કંપની કરી રહી છે એવા સમયે યુવાનોમાં ઓલિમ્પિક અને સપોર્ટ ગેમ્સ પ્રત્યે વધુ લગાવ રહે તે માટે ગીરનાર રોપવે તરફથી ટોક્યોમાં યોજાયેલ ઓલમ્પિક ગેમ્સમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ગીરનાર રોપવે કંપની દ્વારા દેશના કોઈપણ નીરજ નામની વ્યક્તી માટે 20 ઓગસ્ટ સુધી રોપવેની મુસાફરી ફ્રી કરી દેવામાં આવી છે. આજે નીરજ ચોપરાને દેશવાસીઓ અલગ-અલગ રીતે બીરદાવી રહ્યા છે. ત્યારે યુવાનોમાં વધુ જોશ અને સ્પોર્ટ્સ પ્રત્યે રૂચી વધે તે માટે આ જાહેરાત કરી છે અને નીરજ નામના વ્યક્તી રોપવેની વધુમાં વધુ મુસાફરી કરે તેવો અનુરોધ કર્યો છે.


આ પણ વાંચો:- 'છોટા કાશી'ના નામથી જાણીતું ગુજરાતનું આ શહેર, 'હર હર મહાદેવ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું


નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને દેશના અનેક યુવાનોમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે અને પ્રેરણા રૂપ બન્યા છે. ત્યારે આજે ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવેની મુસાફરી ફ્રી કરી આપતા એક જ દીવસમાં 10 થી વધુ નીરજ નામની વ્યક્તિ ગીરનાર રોપવેની ફ્રીમાં સફર કરી હતી અને નીરજ ચોપરાએ દેશનું જે ગૌરવ વધાર્યું છે તેને અભીનંદન આપ્યા હતા અને નીરજ નામના વ્યક્તીઓ આજે ગૌરવ અનુભૂતિ કરી હતી અને ગીરનાર રોપવે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube