ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: ગીરનાર પર્વત પર દર્શન કરવા આવતા યાત્રીકો માટે એક ખુશ ખબર મળી રહ્યા છે. ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટમાં 18% GSTની જગ્યાએ હવે 5% GST લાગશે. ગીરનાર રોપ વેની મુસાફરીમાં 13% GSTનો ઘટાડો થતા મુસાફરી સસ્તી થશે. રોપ વેના આવન જાવન માટે 700 રૂપિયાની જગ્યાએ હવે 623 રૂપિયા કરવામાં આવ્યા છે. રોપ-વેની એક વાર જવાની મુસાફરીના 400 રૂપિયાની જગ્યાએ 356 રૂપિયા કરવામાં આવ્યા છે. ગીરનાર રોપ વેની મુસાફરી સસ્તી થતા યાત્રીકોમાં વધારો થશે અને પર્યટન સ્થળોને વધું ફાયદો થશે એવું તંત્રને લાગી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યો છે. નવા ફેરફારો 18 જુલાઈથી અમલમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગીરનાર રોપવે ટિકિટ પર અત્યાર સુધી 18 ટકા જીએસટી લાગતો હતો, પરંતુ યાત્રિકોને કોઈ બોજ ના પડે તેના માટે માત્ર પાંચ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કર્યો છે. એટલે કે એક ટિકિટ પર મુસાફરોને 12 ટકાનો સીધો ફાયદો મળશે.



હવે કેટલો ચાર્જ લાગશે?
ગીરનાર પર્વત પર રોપ-વેની ટિકિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 18ની જગ્યાએ 5% GSTના નવા દર અમલમાં આવ્યા બાદ શહેરની બહારના પ્રવાસીઓ માટે રોપ-વે ટિકિટ પહેલા 700 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 623 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢના સ્થાનિક લોકો માટે રોપ-વેનો ચાર્જ 590 રૂપિયા હતો, હવે તેનો ચાર્જ વધારીને 523 રૂપિયા કરવામાં આવ્યો છે.



પહેલા કેટલો ચાર્જ હતો?
સામાન્ય ટિકિટ: રૂ 700 + 18% GST (126) = રૂ 826 (બંને બાજુ) GSTમાં ઘટાડા બાદ હવે 623 રૂપિયા
ચાઇલ્ડ ટિકિટ: રૂ 350 + 18% GST (63) = રૂ 413 (બંને બાજુ)
કન્સેશન ટિકિટ: રૂ 400 + 18% GST (72) = રૂ. 472



ઓનલાઈન નોંધણી કરો
ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઘરે બેઠા રોપ-વે ટિકિટ બુક કરાવી શકો છે. આ માટે રોપ-વે ઓપરેટિંગ કંપની ઉષા બ્રેકોએ ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. જેથી યાત્રીઓ ઘરે બેસીને પણ પોતાનો ટાઈમ સ્લોટ પસંદ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ www.udankhatola.com વેબસાઈટ પરથી ગિરનાર રોપવે માટે ટિકિટ બુક કરાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube