જમીલ પઠાણ, છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડી અશ્વકૂળના પશુઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તો કવાંટની આસપાસના 5 કિમી અંતરમાં તમામ ઘોડા, ખચ્ચર, ગધેડા વિગેરે અશ્વકૂળના પશુઓની સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કવાંટ નગરમાં અશ્વોમાં જીવલેણ ગ્લેન્ડર રોગ દેખાતા હાહાકાર મચી ગયો છે. એક ઘોડામાં બેક્ટેરિયાથી થતો ચેપી રોગ ગેલન્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રોગગ્રસ્ત ઘોડાને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી ઘોડાના મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. કવાંટમાં ગ્લેન્ડર રોગ દેખાતા જાહેરનું બહાર પાડી અશ્વકૂળના પશુઓની સમગ્ર તાલુકામાં હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ LRD ની ભરતીમાં જોવા મળ્યો ઉત્સાહ, 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી


તો કવાંટ અને તેની આસપાસના 5 કિલોમીટર અંતરમાં તમામ અશ્વો,ગન્દ્ર્ભ, ખચ્ચર વિગેરે અશ્વકૂળના પ્રાણીઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્લેન્ડર રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શકયતા રહી છે, તજજ્ઞોના મતે આ રોગથી પેશુઓમાં 100 ટકા મૃત્યુ દર છે. જ્યારે જો મનુષ્યમાં ચેપ લાગે તો મનુષ્યોમાં 50 ટકા જેટલો મૃત્યુદર રહી શકે છે. જે ગંભીરતાને ધ્યાને લઈ પ્રસાશન દ્વારા સીરો સર્વે સહિત ની તમામ તકેદારી લેવાઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube