આદિવાસીઓના મેળામાં નક્કી થાય છે ભગવાન! જો કે તે પહેલા એમની એવી પરીક્ષા થાય છે કે જેવા તેવા તો જોઇ પણ ન શકે
જીલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ તહેવારમાં આદિવાસીઓ મેળા મ્હાલીને આનંદ કરતા જોવા મળે છે. આ મેળાઓ પણ વિવિધ મહત્વ ધરાવે છે, ત્યારે ચીસાડીયા ખાતે ભરાતા મેળામાં બળવાઓની પરીક્ષા કરવામાં આવે છે. હોળીના તહેવારમાં આદિવાસીઓ દુનિયાના ખૂણામાંથી માદરેવતન આવી જતા હોય છે. અને હોળીના તહેવારનો આનંદ લેતા હોય છે. હોળીના મેળાઓનું પણ આદિવાસીઓમાં ખૂબ મહત્વ હોય છે.
છોટાઉદેપુર : જીલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ તહેવારમાં આદિવાસીઓ મેળા મ્હાલીને આનંદ કરતા જોવા મળે છે. આ મેળાઓ પણ વિવિધ મહત્વ ધરાવે છે, ત્યારે ચીસાડીયા ખાતે ભરાતા મેળામાં બળવાઓની પરીક્ષા કરવામાં આવે છે. હોળીના તહેવારમાં આદિવાસીઓ દુનિયાના ખૂણામાંથી માદરેવતન આવી જતા હોય છે. અને હોળીના તહેવારનો આનંદ લેતા હોય છે. હોળીના મેળાઓનું પણ આદિવાસીઓમાં ખૂબ મહત્વ હોય છે.
રોટી,કપડા અને મકાન દરેક નાગરિકનો હક અને સરકારની ફરજ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આ મેળા ફક્ત આનંદ માટે નહીં પણ કોઈ ખાસ કારણથી જ યોજાતા હોય છે. જયાં આદિવાસીઓ ભેગા થઈને નાચગાન કરીને આનંદ પ્રમોદ સાથે તે હેતુ પૂરો કરે છે. આવો જ એક મેળો છોટાઉદેપુરના સરહદી વિસ્તારના ચીસાડીયા ખાતે યોજાય છે. જે બાબો ગોરીયોના નામથી ઓળખાય છે. આ મેળાનું મહત્વ ખૂબ રહેલું છે કારણકે આ મેળામાં આદિવાસી સમાજના માર્ગદર્શક ગણો, ડોકટર ગણો કે જ્યોતિષ ગણોએ એક બળવો જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો સૌથી પહેલા તેઓ બળવા પાસે જઈને ઉપચાર કરાવે છે. કોઈ ઢોર ઢાખરને કાંઈ થાય, ખેતીમાં કાઈ ઉચનીચ થાય, કે બીજી કોઈ પણ જાતની સમસ્યા આવે ત્યારે આદિવાસીઓ સૌથી પહેલા બળવા પાસે જ જાય છે. અને આ બળવો બનવા જે પરીક્ષા આપવી પડે તે પરીક્ષા ચીસાડીયાના મેળામાં થાય છે.
એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ પહેલા મંદિર જઇ પુજા કરે છે પછી મસ્જિદ જઇને નમાજ પણ પઢે છે
આ મેળામાં જે બળવો બનવા માંગતો હોય છે તે સમાજના નિયમ પ્રમાણે ૫ થી ૯ વર્ષ સુધી પરીક્ષા આપે છે. આ પરીક્ષા ખૂબ જ કઠિન હોય છે. જેમાં બળવો બનવા આવતા વ્યક્તિએ પોતે પહેલા બળવાની કામગીરીની જાણકારી મેળવવી પડે છે. ત્યારબાદ ધગધગતા ચુલમાં ચાલીને આવવું પડે છે ત્યારબાદ અહીં ચીસાડીયામાં યોજાતા મેળામાં તેની પીઠના ભાગે બે તરફ લોખન્ડના સળિયાથી હુક બનાવીને શરીરને છેદીને ભેરવવામાં આવે છે. આ લોખંડના સળિયાથી કરેલા છેદમાંથી લોહી નીકળતું નથી તો તેને એક માંચડા પર લઈ જઈને ઊંધો લટકાવીને એક જીવતી મરઘીની બલી તેના હસ્તે જાહેરમાં આપીને પાંચ પાંચ ચક્કર બન્ને તરફ ફેરવવામાં આવે છે. આવી રીતે ૫ થી ૯ વર્ષ બાધા પ્રમાણે પરીક્ષા આપવી પડે છે. જો લોહી નીકળે તો તે બળવો બની શકતો નથી.
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 36 સાજા થયા, 2 નાગરિકોના મોત
આ મેળાની મુલાકાત ZEE 24 KALAK ની ટીમે લીધી હતી. ત્યાં એક બળવા સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતમાં તેને જણાવ્યું કે આ આકરી પરીક્ષા તેને ૯ વર્ષ આપ્યા પછી ગયા વર્ષે જ બળવા તરીકે સમાજમાં અને ગામમાં સ્થાન મેળવ્યું છે અને એક પાકકો બળવો બન્યો છે. ૨૧ મી સદીમાં પણ છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસીઓ પોતાની પરંપરા હજુ જાળવી રાખી છે અને બળવા ભુવામાં માની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube