ઝી બ્યૂરો, અમદાવાદ: 27 ફેબ્રુઆરી 2002નો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શકે? જ્યારે ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં 59 કારસેવકોને જીવતા ભૂંજી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના બાદ તેના આકરા પડઘા ગુજરાતમાં પડ્યા હતાં અને ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઘટનામાં જે લોકોના મોત થયા તેમની ઓળખાણ વિશે આજે પણ ખુબ જદ્દોજહેમત કરો ત્યારે ક્યાંક ખૂણે ખાચરેથી નામ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા કાંડની વરસી ઢૂંકડી છે ત્યારે આ ગોઝારી ઘટનાની ભયંકર યાદો ફરી તાજી થઈ રહી છે. ફેબ્રુઆરી 2002માં જ્યારે હજારો કારસેવકો શ્રી રામજન્મભૂમિ પર આયોજિત પૂર્ણહૂતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આખા દેશમાંથી ભેગા થયા હતા. ત્યારે ગુજરાતમાંથી ગયેલા શ્રદ્ધાળુઓ સેંકડો અન્ય યાત્રીઓ સાથે 25 ફેબ્રુઆરીએ અમદાવાદ પાછા ફરવા માટે નીકળ્યા હતા. બે દિવસ બાદ ટ્રેન 27 ફેબ્રુઆરીના રોજ સવારે 7.43 વાગે ગોધરા પહોંચી અને જેવી ટ્રેન સ્ટેશનથી રવાના થઈ કે કોઈએ સાકળ ખેંચી ટ્રેનને રોકી.  ટ્રેન રોકાતા જ લગભગ બે હજારની  ભીડ ભેગી થઈ. મુસ્લિમ ભીડે પથ્થરમારો કરીને રેલવેના ચાર ડબ્બામાં આગ લગાવી દીધી હતી જેના કારણે કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા અને મોતને ભેટ્યા. આ આગમાં 59 લોકો જીવતા ભડથું થઈ ગયા. જેમાંથી 20 જેટલા બાળકો હતા અને 27 મહિલાઓ હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube