કેટલાક વિદ્યાર્થીઓને 50 માંથી 52 માર્ક્સ તો કેટલાકને ઝીરો, કેમ આવું? જાણો કારણ
સાયન્સના ત્રીજા સેમેસ્ટરની 2600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ ઝીરો આવ્યા હોવાનું ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
જયેંદ્ર ભોઇ, ગોધરા: મહીસાગર જિલ્લાની વેદાંત કોલેજ અને મહીસાગર કોલેજના સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને ૫૦ માર્ક્સના પરીક્ષાના પેપરમાં કુલ માર્ક્સ કરતા વધારે માર્ક્સ આપવા અને કેટલાક વિદ્યાર્થીઓને માત્ર ઝીરો માર્ક્સ આપવાના થયેલા વિવાદના પગલે ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વી.સી. ડો.પ્રતાપસિંહ ચૌહાણે તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું.
મહીસાગરમાં ફરી એકવાર વાઘ દેખાયો, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના વી.સી. ડો.પ્રતાપસિંહ ચૌહાણે તમામ આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે કોઈ હિત શત્રુએ આદિવાસી વિસ્તારની યુનિવર્સિટીની છબીને ખરડવા માટેનું કાવતરું કર્યું છે. જ્યાં સુધી 50 માંથી 52 માર્ક્સ આવવાનો સવાલ છે તો એ 50 માર્ક્સનું જ પેપર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું હતું. અને પ્રો રેટા મુજબ પ્રમાણસર માર્ક્સ 70 એ કેટલા થાય એવા સાદા ગણિતના આધારે આપવામાં આવ્યા છે. યુનિવર્સિટીની પરીક્ષા અને ઉત્તરવહીની ચકાસણી નિયમોનુસાર જ થઈ છે. પરંતુ આ સમગ્ર મામલો રાજકીય રીતે આદિવાસી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાનું ષડયંત્ર છે અને યુનિવર્સિટીને બદનામ કરવાનું કાવતરું હોવાનું જણાવ્યું હતું.
ખબર છે...પુરૂષોની હંમેશા મહિલાઓના કયા ભાગ પર રહે છે નજર
જે વિદ્યાર્થીઓના માર્ક્સ 50 કરતા વધુ આવ્યા છે તે પ્રો રેટા પ્રમાણે નિયત નિયમોનુસાર જ આપવામાં આવ્યા છે. ઝીરો માર્ક્સ મેળવનાર લુણાવાડાની કોલેજના વિદ્યાર્થીએ અરજી કરી હતી જેની યોગ્ય તપાસ કરવા માં આવશે અને જે કોઈ રજૂઆતો છે તેના તપાસ ના આદેશ આપી દેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓના ઝીરો માર્ક્સ આવ્યા છે તેમની ઉત્તરવહીમાં કશું લખાણ જ નથી જેથી ઝીરો માર્ક્સ અપાયા હોવાનું પણ તેઓ સ્પષ્ટતા કરી હતી.
Research: શું તમે જાણવા ઇચ્છો છો તમારા મોતનો સમય? સંશોધનમાં સામે આવી આ વાત
જે વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા આવ્યા છે તે તમામની ઉત્તરવહી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ છે અને તેમાં કોઈ લખાણ જ નથી, જેથી માર્ક્સ ઝીરો આપવામાં આવ્યા છે. સાયન્સના ત્રીજા સેમેસ્ટરની 2600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ ઝીરો આવ્યા હોવાનું ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું. જો કે જેને આ ખોટું કાવતરું રચી યુનિવર્સિટીને બદનામ કરવાનો કારસો રચ્યો છે. તેમની સામે યોગ્ય પગલાં લેવાશે તેવી પણ ચીમકી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વી.સી.દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube