Artificial Intelligence Research: શું તમે જાણવા ઇચ્છો છો તમારા મોતનો સમય? સંશોધનમાં સામે આવી આ વાત
એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence) સ્ટાન્ડર્ડ ઈસીજી ટેસ્ટ (Standard ECG Test)ની મદદથી કોઈપણ દર્દીના એક વર્ષની અંદર થતા સંભવિત મોતનું કારણ જાણી શકાય છે
Trending Photos
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence)ની માનવ જીવનમાં એક મહત્વની ભૂમિકા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની ટેકનિકને લઇને દુનિયામાં સંશોધન તેજ થઈ ગયા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence)ની મદદથી ઘણા એવા કામ સરળ બનાવી શકાય છે, જે સામાન્ય રીતે કરવું અશક્ય છે.
એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence) સ્ટાન્ડર્ડ ઈસીજી ટેસ્ટ (Standard ECG Test)ની મદદથી કોઈપણ દર્દીના એક વર્ષની અંદર થતા સંભવિત મોતનું કારણ જાણી શકાય છે.
રિસર્ચમાં થયો આશ્ચર્યજનક ખુલાસો
પેન્સિલવેનિયા (Pennsylvania)માં ગિસિંજર હેલ્થ સિસ્ટમના સંશોધનકારો (Researchers)એ આ નિષ્કર્ષ પર પહોંચવા માટે પહેલા 40,000 દર્દીઓને 1.77 મિલિયન ઈસીજી ટેસ્ટ (ECG Test)ના પરિણામનું વિશ્લેષણ કર્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના ન્યૂરલ નેટવર્ક મોડલ એ આ તથ્યોનું પરિક્ષણના આધાર પર જે નિષ્કર્ષ દેખાળ્યા, તે ખુબ જ ચોંકાવનાર અને ચોક્કસ હતા.
જે દર્દીઓની ડોક્ટરોએ સામાન્ય ઈસીજી રિપોર્ટ જણાવી હતી, તેમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ યોગ્ય સમય શોધવામાં સફળ રહ્યાં. ગિસિંજર હેલ્થ સિસ્ટમ ઇમેઝિંગ સાયન્સ એન્ડ ઇનોવેશન વિભાગના આધ્યક્ષ બ્રેડન ફોર્નવાલ્ટે કહ્યું છે કે, આ સંશોધનની મહત્વપૂર્ણ ખોજ છે. આ અમને ભવિષ્યમાં ઇસીજીના પરિણામોનું વધુ સરળતાથી વિશ્લેષણ કરવામાં સક્ષમ બનાવશે.
શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence)ને ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence)નો અર્થ છે કે, મનુષ્યની જેમ વિચારતું મશીન અથવા કહી શકાય કે મનુષ્યની વિવેક ભાવનાઓ અમે મશીનમાં નાખી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ તે તકનીક છે, જેના અતંર્ગત રોબોટ (Robot) કોઈપણ સ્થિતિમાં મનુષ્યની જેમ વિચારી શકે અને તેના અનુસાર નિર્ણય લઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે