જયેન્દ્ર ભોઇ/ગોધરા : શહેરની મધ્યમાં આવેલા રેલવે ફાટકને લઈને પ્રજાજનો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વર્ષો જૂની આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ૨ વખત આ ફાટક પર અંડરબ્રીજ બનાવવા માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી થઇ નથી. આ રેલ્વે ફાટકને લઈને દર કલાકે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનાં પ્રથમ ગે પ્રિન્સ ભાજપમાં જોડાયા બાદ ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું પક્ષ વિશે?


ગોધરા (Godhra) શહેરના મધ્યમાં શહેરા ભાગોળ ખાતે આવેલ રેલ્વે ફાટકને લઈને રોજીંદી સમસ્યા સર્જાય છે. કલાકો સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાવા સાથે લોકોનો સમય બગડે છે. અકસ્માતો પણ થતા રહે છે, જેને લઇ વારંવાર રજુઆતોને પગલે અંડરબ્રીજની માંગણી કરતા અંતે મંજુરી બાદ ગ્રાન્ટ મળી હતી. શહેરની માથાના દુખાવા રૂપ સમસ્યાથી છુટકારો મળવાની નગરજનોને આશા બંધાઈ હતી. જે પાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈને ફળીભૂત થઇ શકી નથી. પાલિકા દ્વારા રેલ્વે પાસેથી મંજુરી વહેલી મળે તે કામ કરવાની જગ્યાએ આ અન્ડર બ્રીજ બનવવા માટે મળેલી રૂપિયા ૧.૫ કરોડની ગ્રાન્ટનો હેતુ ફેર જ કરી અને આ ૧.૫ કરોડ માંથી ૯૦ લાખ ઉપરાંતની ગ્રાન્ટને ગોધરા (Godhra)ના નહેરુબાગના બ્યુટીફીકેશન કરવા માટે વાપરવામાં આવશે તેમ ઠરાવવામાં આવ્યું હતું. 


ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો મેસેજ વાયરલ કરનારાને શિક્ષણ વિભાગે મોકલી નોટિસ


જેને લઈને હાલ રેલવે ફાટક પર બ્રિજ બને તે માટે શહેરીજનો આજે પણ રાહ જોઈ રહ્યા છે. ગોધરા (Godhra) નગરપાલિકાને ત્રણ વર્ષ પહેલા મળેલી અંડર બ્રિજ બનાવવા માટેની ગ્રાન્ટનો એક તરફ હેતુફેર કરીને અન્ય કામમાં વાપરી નાખવામાં આવ્યા છે અને હવે પાલિકા દ્વારા  રેલવે વિભાગની મંજૂરી અપેક્ષાએ ફરીથી રાજ્ય સરકાર પાસે અંડરબ્રિજ બનાવવા માટે નવી ગ્રાન્ટ મેળવવા માટે માંગણી કરી હતી. હાલ રાજ્ય સરકાર દ્વારા ત્રીજી વખત ૯.૮૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે,ત્યારે હવે આ રેલ્વે ફાટક પર અંડરબ્રીજ બને છે કે કેમ તે પ્રશ્ન હાલ શહેરીજનોને સતાવી રહ્યો છે.


રાજકોટ : રસ્તામાં ગાડીઓને રોકીને વીડિયો બનાવ્યો, વાયરલ થતા પોલીસ દોડતી થઈ


ગોધરા (Godhra)ના રેલવે ફાટકના પ્રશ્નને લઈ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે કેન્દ્રીય મંત્રી સુધી ઉચ્ચ સ્તરીય રજૂઆતની બાંહેધરી તો આપી છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી પણ પ્રજાજનોને આપી છે પરંતુ ગોધરા (Godhra) શહેરની વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ હાલ પુરુતું તો દેખાઈ નથી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube