ગુજરાતનાં પ્રથમ ગે પ્રિન્સ ભાજપમાં જોડાયા બાદ ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું પક્ષ વિશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.ભાજપ-કોંગ્રેસ એક બીજાના કાર્યકરો અને આગેવાનોને તોડી પોત પોતાના પક્ષમાં જોડી રહ્યા છે.ત્યારે ટ્રાન્સજેન્ડરોનું એક મોટું જૂથ વડોદરામાં ભાજપમાં જોડાયું છે. જે કદાચ ગુજરાતના રાજકારણમાં પ્રથમ ઘટના કહી શકાય. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે તમામ ટ્રાન્સ જેન્ડરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ભાજપમાં આવકાર્યા હતા.
ગુજરાતનાં પ્રથમ ગે પ્રિન્સ ભાજપમાં જોડાયા બાદ ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું પક્ષ વિશે?

રાજપીપળા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.ભાજપ-કોંગ્રેસ એક બીજાના કાર્યકરો અને આગેવાનોને તોડી પોત પોતાના પક્ષમાં જોડી રહ્યા છે.ત્યારે ટ્રાન્સજેન્ડરોનું એક મોટું જૂથ વડોદરામાં ભાજપમાં જોડાયું છે. જે કદાચ ગુજરાતના રાજકારણમાં પ્રથમ ઘટના કહી શકાય. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે તમામ ટ્રાન્સ જેન્ડરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ભાજપમાં આવકાર્યા હતા.

જો કે આજે ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે  આ વાત કરતા સ્પષ્ટતા કરી છે કે, હું ભાજપમાં જોડાયો નથી એમને એ પણ સ્વીકાર્યું કે, હું વડોદરા BJP કાર્યાલયમાં કિન્નરોના કેટલાક પ્રશ્નો હતા. જેની રજુઆત કરવા ગયો હતો અને ત્યાં મિટિંગમાં મને સ્ટેજ પર બેસાડતા ખેસ પહેરાવ્યો હતો. પરંતુ એનો મતલબ એ નહિ કે, હું ભાજપ માં જોડાયો એવું લોકોએ જેનું અર્થઘટન ખોટું કર્યું હતું. 

હું BJP ને સપોર્ટ જરૂર કરી શકું પણ કોઈ રાજકીય પક્ષમાં જોડાવ નહીં. વડોદરાનું એક મોટું ટ્રાન્સ જેન્ડરોનું જૂથ ભાજપમાં જોડાયું છે. ભાજપ સરકારના રાજમાં જ સુપ્રીમ કોર્ટની સંવેધાનિક બેન્ચે બે પુખ્તની વચ્ચે સહમતીથી બનેલા સમલૈંગિક સંબંધને ગુનો માનતી કલમ 377ને ખતમ કરી દીધી હતી. ભાજપના રાજમાં વર્ષ 2014 માંજ ટ્રાન્સ જેન્ડરોને એમના હકો મળ્યા હતા. જે માટે અનેક  ટ્રાન્સ જેન્ડરો સાથે મે માત્ર રજુવાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news