સુરત એરપોર્ટ પર વ્યક્તિની ચાલ કંઈક અલગ લાગી, તપાસ કરતા જોયું તો પ્રાઈવેટ પાર્ટમાં છુપાવ્યું હતું....
સુરતનું એરપોર્ટ (Surat Airport) જ્યારથી ઇન્ટરનેશનલ (International) બન્યું છે ત્યારથી સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાં (Sharjah) થી સુરત (Surat) આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોના (Gold Smuggling)ની દાણચોરી કરતા કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્યા છે. તેમ છતાં દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે મુંબઈ (Mumbai)ના એક યુવકને 11 લાખના સોના (Gold) સાથે ઝડપી પડ્યો હતો.
તેજશ મોદી/સુરત :સુરતનું એરપોર્ટ (Surat Airport) જ્યારથી ઇન્ટરનેશનલ (International) બન્યું છે ત્યારથી સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાં (Sharjah) થી સુરત (Surat) આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોના (Gold Smuggling)ની દાણચોરી કરતા કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્યા છે. તેમ છતાં દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે મુંબઈ (Mumbai)ના એક યુવકને 11 લાખના સોના (Gold) સાથે ઝડપી પડ્યો હતો.
પ્રજાના પૈસે લહેર, વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો માટે 12 લાખના 12 iphone ખરીદાયા
બુધવારે શાહજહાંથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં અનેક મુસાફરો સવાર હતા. કસ્ટમ ચેકિંગ કરાવ્યા બાદ મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગની બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટને એક યાત્રી પર શંકા ગઈ હતી. આ યુવકની હિલચાલ તથા તેની ચાલવાની રીત કંઈક અલગ લાગતી હતી. પોતાના ગુપ્તાંગમાં તેણે કોઈ વસ્તુ છુપાવી હોય તેવું અજુગતુ લાગતું હતું. જેથી એર ઇન્ટેલિજન્સ યુનિટે યાત્રીને પૂછપરછ માટે અટકાવ્યો હતો. મુંબઈના ઉલ્હાસનગર ખાતે રહેતો મનોહર રોહરા નામના યાત્રીની શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ગુપ્તાંગના ભાગે કેપ્સુલ જેવો પદાર્થ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. મનોહરનું મેડિકલ પરીક્ષણ કરાયા બાદ ગુપ્તાંગમાંથી કેપ્સુલ કાઢવામાં આવી હતી. સોનાના બિસ્કીટને પીગળાવી તેને પેસ્ટ ફોમમાં ઢાળી દાણચોરી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે 275 ગ્રામ સોનુ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત 11 લાખ થાય છે.
અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ થઈને ઈશાનીની હત્યા કરનાર યુવક બાયડથી ઝડપાયો
સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટનાઓ સતત બની રહી છે. જોકે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે દાણચોરો ઝડપાઇ રહ્યા છે. શારજાહથી આવતી ફ્લાઈટમાં અત્યાર સુધી જેટલા પણ લોકો સોનાની દાણચોરી કરતા ઝડપાયા છે તેમાંથી મોટાભાગના સોનાને પીગળાવી તેમાં કેમિકલ પ્રોસેસ કરી પેસ્ટ બનાવી ગુપ્તાંગમાં છુપાવતા હતા. મહત્વની વાત એ છે કે 1 કરોડથી વધુની સોનાની કિંમત હોય તો જ કસ્ટમ વિભાગ યાત્રીની ધરપકડ કરતા હોય છે. તેવા નિયમને કારણે દાણચોરીની ઘટના સતત બની રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :