જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના અંજલી બ્રિજ પર આશરે 70 લાખ રૂપિયાના સોનાની લૂંટના અહેવાલ છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ આ સોનાની લૂંટ મચાવી. મુંબઈથી વેપારીઓ અમદાવાદમાં સોનાનું માર્કેટિંગ કરવા માટે આવ્યાં હતાં. ત્યારે આ સોનાની લૂંટ થઈ. મળતી માહિતી મુજબ મુંબઈથી આવેલા મહાવીર મહેતા નામના વ્યક્તિનું આ સોનું હતું. એસ એમ જેમ્સનું સોનું લૂટાયું છે. નવીન સંઘવી નામની વ્યક્તિ 6 કિલો સોનું લઈને અમદાવાદ આવ્યો હતો. રમેશભાઈ અને નવીન સંઘવી નામના આ બે વ્યક્તિ એક્ટિવા પર સવાર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nityanand Ashram Dispute: DPS શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરીની ધરપકડ બાદ જામીન પર છૂટકારો


મળતી માહિતી મુજબ મુંબઈથી વેપારી અઢી કિલો સોનુ લઈને અમદાવાદ માર્કેટિંગ માટે આવ્યાં હતાં. ટ્રાન્સ્પરન્ટ પ્લાસ્ટિકના ડબ્બામાં દાગીના બેગમાં ભરીને બે લોકો એક્ટીવા પર નારોલ ચોકડી ચેક પોસ્ટ પરથી જઈ રહ્યાં હતાં. સવારે 9 વાગે વેપારીને નારોલ શાસ્ત્રી બ્રિજ ચોકડી પાસે પોલીસે અટકાવીને તપાસ કરી હતી. ત્યાંથી નીકળ્યા પછી અંજલિ બ્રિજ પર એક્ટિવા પર આવેલા શખ્સોએ લૂંટ કર્યાનો વેપારીએ આક્ષેપ કર્યો છે. વાસણા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 


અબડાસાના MLA પી એમ જાડેજાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિધાનસભામાં ચૂંટાઈ આવનારા બધા ધંધાદારીઓ'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube