ગોલ્ડન ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ: નકલી સોનું પધરાવવાની રીત જાણી ચોંકી ઉઠશો
રાજયમાં દિવાળી તહેવારના પગલે ગોલ્ડન ગેંગ સક્રિય થઈ છે. ગોલ્ડન ગેંગે રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનું પધરાવી 55 લાખની છેતરપીડી કરી હતી. જે મામલે વડોદરા પીસીબી પોલીસે ગોલ્ડન ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરી છે. રાજસ્થાનના સોનાના વેપારી નરેશકુમાર મહેશ્વરીને વડોદરાના ઈલ્યાસખાન અજમેરી અને હિંમતનગરના હાસીમ કાકુ ઉર્ફે ડોકટરે ભેગા મળી સસ્તા કિંમતે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી. જેના પગલે ફરીયાદી લાલચમાં આવી જઈ ઈલ્યાસખાન અને હાસીમ સાથે મિટીંગ કરી, અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં નકલી સોનું પધરાવી 55 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયા.
વડોદરા: રાજયમાં દિવાળી તહેવારના પગલે ગોલ્ડન ગેંગ સક્રિય થઈ છે. ગોલ્ડન ગેંગે રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનું પધરાવી 55 લાખની છેતરપીડી કરી હતી. જે મામલે વડોદરા પીસીબી પોલીસે ગોલ્ડન ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરી છે. રાજસ્થાનના સોનાના વેપારી નરેશકુમાર મહેશ્વરીને વડોદરાના ઈલ્યાસખાન અજમેરી અને હિંમતનગરના હાસીમ કાકુ ઉર્ફે ડોકટરે ભેગા મળી સસ્તા કિંમતે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી. જેના પગલે ફરીયાદી લાલચમાં આવી જઈ ઈલ્યાસખાન અને હાસીમ સાથે મિટીંગ કરી, અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં નકલી સોનું પધરાવી 55 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયા.
રાજકોટમાં ટ્રિપલ તલાક બાદ પત્નીને તરછોડનાર પતિ વિરુદ્ધ કેસ દાખલ
વેપારીએ સોનાનું વજન 2 કિલોના બદલે ઓછુ લાગતા તેને સોનાનું વજન કરાવ્યું જયાં સોનુ નકલી હોવાનો પર્દાફાશ થયો જેથી વેપારીએ ઈલ્યાસને સંપર્ક કરતા ઈલ્યાસે વેપારીને ધાક ધમકી આપી. જેથી વેપારી નરેશ મહેશ્વરીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપીડીની ફરિયાદ નોંધાવી. જેના આધારે પીસીબી, ક્રાંઈમ બ્રાન્ચ અને માંજલપુર પોલીસ તપાસમાં જોડાઈ. પીસીબી પોલીસના પીઆઈ રાજેશ કાનમીયાને મળેલ બાતમીના આધારે સૌપ્રથમ ગોલ્ડન ગેંગના ઈલ્યાસખાનની વડોદરાથી ધરપકડ કરી ત્યારબાદ સાબરકાંઠા, ઈડર, પાલનપુર ટીમ મોકલી અન્ય આરોપી ભીખુસિંહ રાઠોડ, સરદારસિંહ પરમાર, તૌફીક મેમણની પણ ધરપકડ કરી લીધી.
રાજકોટમાં લુખ્ખા તત્વોની ખેર નહી: હોટલમાં તોડફોડ કરનાર સદ્દામનું સરઘસ કઢાયું
કચ્છના ફતેહગઢમાં અચાનક એલિયન જેવું બલુન આવી પટકાયું અને પછી...
જયારે ગોલ્ડન ગેગના મુખ્ય આરોપી હાસીમ કાકુ ઉર્ફે ડોકટર, ઈબ્રાહીમ શાહ અને દિનેશ પટેલ ફરાર છે. પીસીબી પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 11 લાખ રિકવર કર્યા તેમજ નકલી સોનાના બિસ્કીટ પણ જપ્ત કર્યા. ગોલ્ડન ગેંગનો પ્લાન હતો કે દિવાળી સુધી 5 જેટલા સોનાના વેપારીને ટાર્ગેટ કરી તેમના પાસેથી પણ રૂપિયા પડાવી લઈ ફરાર થઈ જઈએ પરંતુ વડોદરા પોલીસે ગોલ્ડન ગેંગના સપના સાકાર થાય તે પહેલા જ તેના પર પૂર્ણવિરામ લગાવી લીધું.