ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં, મહારાજા-મહારાણી બંનેનો રિપોર્ટ પોઝિટિવ
હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે
જયેશ ભોજાણી/ગોંડલ :સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત્ છે. ત્યારે હવે ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ગોંડલના મહારાજા સાહેબ અને મહારાણી સાહેબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હવે રાજવી પરિવારમાં કોરોના પહોંચતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં પુનિતનગરમાં તુલસી ટાવરમાં 1, માધવવાડીમાં 1, કે.વી. રોડ પરની અંબિકાનગરમાં 1 અને તક્ષશિલા સોસાયટીમાં એક કેસ નોંધાયો છે.
ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રિયસિંહ જાડેજા અને મહારાણી કુમોઢબા જાડેજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાણ કરાઈ છે. આ વિશે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની તબિયત હાલ સારી છે. ગોંડલ નગર પાલિકા દ્વારા હઝુર પેલેસને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે.
રિયા ચક્રવર્તીના ઊંચા ઊંચા શેખચીલ્લી સપનાનો આ વીડિયો જોઈને તમને ગુસ્સો આવી જશે
રાજકોટ શહેરમાં આજે બુધવારે વધુ 59 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 36 નવા કેસ નોંધાયા છે. આમ શહેરમાં અને જિલ્લામાં કુલ 95 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કુલ 12 દર્દીના મોત થયા છે. રાજકોટ શહેરમાં દરરોજ સરેરાશ 60 કેસ નોંધાય રહ્યા છે. આથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 1931 પર પહોંચી ગયો છે. જે પૈકી 811 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે 46 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.
રાજકોટમાં અનેક ડેમ ઓવરફ્લો, નદીમાં પૂર જેવી સ્થિતિથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર...
તો રાજકોટમાં આજે કોરોનાથી વધુ 6 દર્દીના મૃત્યુ થયા છે. ગઇકાલે 16 બાદ આજે વધુ 6 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરના 3 ઉપરાંત જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીના મોતનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 5 દિવસમાં 69 દર્દી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટ્યા છે.
તો મોરબીના રાજકુમારી હર્ષદકુમારી (પૂર્ણાબા)નું સિંગાપોર ખાતે હાર્ટએટેકથી નિધન થયું છે. જેથી મોરબીના રાજવી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મોરબીના રાજવી સ્વ. મહેન્દ્રસિંહજી અને વિદ્યમાન રાજમાતા વિજયકુંવરબા ઓફ મોરબીના પુત્રી હર્ષદદેવીનું 11 ઓગસ્ટના રોજ સિંગાપોરમાં હાર્ટ એટેકથી નિધન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર