Gondal News : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના સાથે જ ગોંડલ રાજવીનો રાજ્યાભિષેક અને રાજતિલકવિધી શરૂ થઈ છે. અયોધ્યા રામ મંદિરમાં જ્યારે મૂર્તિની સ્થાપના થઈ ત્યારે જ ગોંડલ રાજ્યનાં 17 માં ઉતરાધિકારી હિમાંશુસિહજીનો રાજ્યાભિષેક થયો છે. સોમવાર બપોરનાં મુહૂર્ત 12:59 કલાકે રાજ્યાભિષેક થયો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગોંડલના આંગણે રૂડો અવસર આવ્યા છે. એક બાજુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે ગોંડલ રાજવીનો રાજ્યાભિષેક પણ શરૂ થયો છે. રાજકોટ સ્ટેટ માંધાતા સિંહજી ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલના હવામહેલ સ્ટેટ જ્યોતીમર્ય સિંહજી ઉપસ્થિત રહ્યા હતા.


ભયે પ્રકટ કૃપાલા દીનદયાલા : સાડા પાંચસો વર્ષ પછી રામલલ્લા નિજમંદિરે વિરાજમાન


1008 રામ ભગવાનને ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહજીએ ફૂલ હારથી વધાવ્યા છે. અક્ષર મંદિરના સ્વામીઓ ઉપસ્થિત રહ્યા હતા. 1008 દીકરાંઓ સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ રામ ભગવાન બની ને રાજ્યાભિષેકમાં હાજર રહ્યા છે. વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે રાજ્યાભિષેક સંપ્પન થયો છે. બપોરે 3 કલાકે રાજતિલક વિધિ યોજાનાર છે. રાજવી પરંપરા મુજબ રાજવી હિમાંશુસિહજીને પ્રથમ તિલક કુલગુરુ દ્વારા કરાશે. બીજુ તિલક શાસ્ત્રીજી દ્વારા, ત્રીજુ તિલક જાડેજાકુળનાં દીકરી દ્વારા અને ચોથું તિલક તલવાર અર્પણ કરી બહેન દ્વારા કરાશે. રાજમાતા કુમુદકુમારીબા રાજવીને રક્ષાસુત્ર બાંધશે. નવલખા પેલેસ દરબારગઢમાં યોજાઇ રહેલાં રાજ્યાભિષેક સમયે પરંપરાગત છડી પોકારાશે


રાજ્યાભિષેક સમારોહમાં ત્રણ રેકોર્ડ નોંધાયા
ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં રાજ્યાભિષેકના ત્રણ રેકોર્ડ નોંધાયા છે. પ્રથમ રેકોર્ડ 2100 દીકરીઓ એક સાથે જલયાત્રામાં જોડાઈ હતી. બીજો રેકોર્ડ 125 જળાશયોથી મહારાજાનો જળાભિષેક થયો હતો અને ત્રીજા રેકોર્ડમાં હિમાંશુસિંહજી જ્યોતેન્દ્રસિંહજી જાડેજાનું સ્થાન પ્રાપ્ત થયું છે. જેમાં રાજતીલકના દિવસે 1008 ભગવાન રામનો સૌ પ્રથમ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે.


હાથમાં શુ લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા PM મોદી, જુઓ અદભૂત ક્ષણની તસવીરો


આજે સાંજે 5.15 કલાકે રાજવી પરિવાર નગરયાત્રાએ નીકળશે
રાજતિલક બાદ સાંજે 5:15 કલાકે રાજવીની નગરયાત્રા નીકળશે. જેમા એક હાથી, દશ ઘોડા, ચાર ઉટ, ત્રણ બગી જોડાશે. ચાર ઘોડા સાથેની વિષેશ બગીમાં રાજવી બીરાજશે. ઉપરાંત વીસથી વધુ વિન્ટેજ કારનો કાફલો જોડાશે. રાજ્યાભિષેક મહોત્સવમાં દેશ વિદેશથી ઉદ્યોગપતિઓ, અનેક રજવાડાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. રાજ્યાભિષેક બાદ રાષ્ટ્રગીત તથા રાજ્યનાં ગીતનું ગાન કરાશે


ગોંડલ સ્ટેટનો રાજાશાહી ઇતિહાસ
1. સં:-1714 થી 1735 ઈ.સ. 1658 થી 1679 વર્ષ - 21 ઠાકોરશ્રી કુંભાજી (પહેલા)
2. સં:-1735 થી 1770 ઇ.સ. 1679 થી 1714 વર્ષ - 35 ઠાકોરશ્રી સંગરામજી (પહેલા)
3. સં:-1770 થી 1809 ઈ.સ. 1714 થી 1753 વર્ષ - 39 ઠાકોરશ્રી હાલાજી
4. સં:- 1809 થી 1846 ઈ.સ. 1753 થી 1790 વર્ષ - 37 ઠાકોરશ્રી ભા’કુંભાજી
5. સં:-1846 થી 1848 ઈ.સ. 1790 થી 1792 વર્ષ - 2 ઠાકોરશ્રી મુળુજી
6. સં:-1848 થી 1856 ઈ.સ. 1792 થી 1800 વર્ષ - 8 ઠાકોરશ્રી દાજીભાઇ
7. સં:-1856 થી 1868 ઇ.સ. 1800 થી 1812 વર્ષ - 12 ઠાકોરશ્રી દેવાજી
8. સં:-1868 થી 1870 ઈ.સ. 1812 થી 1814 વર્ષ - 2 ઠાકોરશ્રી નથુજી
9. સં:-1870 થી 1877 ઈ.સ. 1814 થી 1821 વર્ષ - 7 ઠાકોરશ્રી કરણસિંહજી (કનુભાઇ)
10. સં:-1877 થી 1897 ઈ.સ. 1821 થી 1841 વર્ષ - 20 ઠાકોરશ્રી મોતીભાઈ (ચંદ્રસિંહજી)
11. સં:-1897 થી 1907 ઈ.સ. 1841 થી 1851 વર્ષ - 10 ઠાકોરશ્રી ભાણજીભી
12. સં:-1907 થી 1926 ઈ.સ. 1851 થી 1870 વર્ષ - 19 ઠાકોરશ્રી સંગરામજી
13. સં:- 1926 થી 2000 ઈ.સ. 1870 થી 1944 વર્ષ - 74 ઠાકોરશ્રી ભગવતસિંહજી
14. સં:-2000 થી 2004 ઈ.સ. 1944 થી 1948 વર્ષ - 4 ઠાકોરશ્રી ભોજરાજજી
15. સં:- 2004 થી ઇ.સ. 1948 થી વર્ષ - 4 ઠાકોરશ્રી વિક્રમસિંહજી
16. મહારાજાશ્રી જયોતિન્દ્રસિંહજી સ્વર્ગવાસ તા. 31.1.2022
17. મહારાજાશ્રી હિમાંશુસિંહજી વર્તમાન મહારાજાશ્રી


રામ મંદિર માટે આ ગુજરાતી વેપારીએ દાન કર્યું 101 કિલો સોનું, મંદિર બન્યુ સુવર્ણજડિત