Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓ ની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સીઝનની સૌ પ્રથમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 2500 ભારીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ ચટાક મરચાની આવકની નોંધાઈ. મુહૂર્તમાં ભાવ 5500 સુધી બોલાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ભારતભરમાં ગોંડલનું મરચું પ્રખ્યાત છે
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાંને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સીઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી. યાર્ડમાં આજરોજ અંદાજે 2500 ભારીની આવક થઈ છે. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 1000 થી 4000 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાંની રેવાની 12 ભારીના ભાવ 5500 સુધી બોલાયા હતા.


ગુજરાત સરકારે શાળાઓને અપાતી આ સહાય કરી બંધ, વિદ્યાર્થીઓના ખાતામા સીધા જમા થશે રૂપિયા


યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાંનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચાંનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી અપીલ કરવામાં આવી હતી. 


કિલર હાર્ટએટેક : બે દિવસમાં 21 ના હાર્ટએટેકથી મોત, નદી પર કપડા ધોતી મહિલાનો જીવ ગયો


અન્ય રાજ્યો માંથી વેપારીઓ માલ ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.


અંબાલાલ પટેલની આગાહી : તેજ વાવાઝોડાએ ભયાનક રૂપ ધારણ કર્યું, ગુજરાત પર થશે મોટી અસર