ઝી બ્યુરો/ગોંડલ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં મોખરે રહે છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાનો પાક વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેવી જ રીતે ફ્રુટ માં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફરજનની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ 5 થી 6 હજાર પેટી ની આવક
સમગ્ર ગુજરાતમાં ગોંડલ ફ્રુટ અને શાકભાજી માર્કેટયાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ ફળોની પુષ્કળ આવક જોવા મળતી હોય છે. ત્યારે કાશ્મીર, શ્રીનગર અને જમ્મુ માંથી દરરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી કાશ્મીર ડીલીસન સફરજનની આવક જોવા મળે છે


હરરાજીમાં ગત વર્ષ કરતા ખેડૂતોને ત્રણ ગણા ભાવ મળ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગોંડલ ફ્રુટ અને શાકભાજી માર્કેટયાર્ડમાં આશરે 25 જેટલા ફ્રૂટના વેપારીઓ પેઢી ધરાવે છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી, તરબૂચ, સફરજન, અંગુર, માલતા, ડ્રેગન, સંતરા, જામફળ સહિત ના ફળો ની વિપુલ પ્રમાણમાં આવક નોંધતી હોય છે. આજરોજ માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી સફરજનની આવક નોંધાઈ હતી. ત્યારે હરરાજીમાં સફરજન ના મધ્યમ માલના 1 કિલો ના ભાવ 30 થી 55 રૂપિયા સુધીના બોલાયા હતા અને સારા માલ ના 1 કિલોના ભાવ 70 થી 90 સુધીના બોલાયા હતા. જે ગત વર્ષ કરતા ત્રણ ગણા ભાવ હરરાજીમાં ખેડૂતોને મળ્યા હતા


ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફ્રૂટની અંદર સફરજનમાં પણ નંબર વન
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકો થી ઉભરાતું હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે છે. યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડૂતો પોતાની જણસી વહેચી અને હસતા મોઢે પાછા યાર્ડની બહાર જતા હોય છે. તેમ ગોંડલ ફ્રુટ અને શાકભાજી યાર્ડમાં પણ દરરોજ ફળોની આવક થતી હોય છે. સમગ્ર ગુજરાતમાં સફરજનની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સફરજન વેચાતા હોય છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માંથી જ વેચાણ થતું હોય છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફ્રૂટની અંદર સફરજનમાં પણ નંબર વન ગણાય છે.