ગોડલ: આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ ગણાતી ગોંડલ બેઠક પર દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ગોંડલમાં ભાજપના જ મુખ્યત્વે બે જૂથ છે બંને ક્ષત્રીય આગેવાનોના અલગ અલગ જૂથના અલગ અલગ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ વિધાનસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર ગોંડલ અને રિબડાના ક્ષત્રિય જૂથ આમને સામને છે. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. આ વખતે ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા અને પુત્ર જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ જાડેજા તેમજ ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળીયાએ દાવેદારી નોંધાવી હતી તો રિબડાના જૂથમાં અનિરૂદ્ધસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર છે. 


અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલ દાવેદારી નોંધાવી હતી. રાજકોટ જિલ્લાની અલગ અલગ વિધાનસભામાં નોંધાયેલા દાવેદારોની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ દાવેદારો ધોરાજી ઉપલેટા બેઠક પર 28 દાવેદાર નોંધાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ ગણાતી ગોંડલ વિધાનસભાની બેઠક પર 7 દાવેદારો નોંધાયા હતા. 


અહીંયા ભાજપના જ મુખ્ય 2 જૂથમાંનું 1 જૂથ રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા જૂથમાંથી કુલ 4 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી તો ગોંડલના જયરાજસિંહ જાડેજા જૂથમાંથી ત્રણ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત જેતપુર જામકંડોરણા જૂથમાંથી 6 દાવેદારોએ પોતાની જવાબદારી નોંધાવી હતી. તો જસદણ બેઠક પરથી કુલ ચાર દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. સવારે 9:00 વાગે સેન્સની શરૂ થયેલી પ્રક્રિયા સાંજ સુધી ચાલી હતી.


કઈ બેઠક પર કેટલા દાવેદારો ?
ધોરાજી ઉપલેટા -28
ગોંડલ - 7
જેતપુર-જામ કંડોરણા - 6
જસદણ - 4


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube