ઝી બ્યુરો/ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલા છે અને 100થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની હાલતને લઈને યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે વધુ સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો
ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગોંડલ શહેરમાં આવેલા 2 બ્રિજની હાલતને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન ઐતિહાસિક બ્રિજની હાલત ખરાબ હોવાની રાજ્ય સરકારે કરી કબૂલાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી. 


રાજ્ય સરકાર પાસે એક્સપર્ટ ઓપિનિયન મંગાવ્યો
રાજ્ય સરકારે મંગાવેલા એક્સપર્ટ ઓપિનિયન મામલે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવા પણ દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે બ્રિજ પર થી માત્ર ટુ વ્હીલર માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવે એવી ભલામણ કમિટિએ રજૂ કરી હતી. હેરિટેજ બ્રિજને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સમારકામની જરૂર હોવાનો એક્સપર્ટ ઓપીનીયન રિપોર્ટ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જે મુજબ સમારકામ બાદ પણ દર 15 દિવસે સમયાંતરે બ્રિજનું ચેકિંગ કરવા પણ કમિટીનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ ગુજરાત હાઇકોર્ટે બ્રિજ મામલે રાજ્ય સરકાર પાસે એક્સપર્ટ ઓપિનિયન મંગાવ્યો હતો. ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.


ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન 
અનેક રજૂઆત કર્યા બાદ પણ બ્રિજનું સમારકામ થયુ નહીં હોવાની રજૂઆત અરજદારે કરી હતી. તેઓએ કોર્ટને રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ નહી થાય તો મોરબી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. તેમણે કહ્યુ હતુ કે આસપાસ આવેલા વિસ્તાર જેવાકે મોવિયા,આટકોટ,ઘોઘાવદર અને જસદણનાં લોકો મોટા પ્રમાણમાં બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ વર્ષો જૂના અને બિસ્માર સ્થિતિમાં હોવા છતાં તેનો ઉપયોગ વાહનવ્યવહાર માટે થઈ રહ્યો છે. 


વૈકલ્પિક સુવિધા કરવાની ખાતરી
ઉપરોક્ત બાબતને અનુસંધાને નગરપાલિકાના સત્તાધિશો દ્વારા આ પુલ બાબતે વૈકલ્પિક સુવિધા કરવાની ખાતરી આપી છે. બીજી બાજુ શહેરને જોડતા આ પુલને બંધ કરવાથી મુશ્કેલીઓ પણ પડવાની શક્યતાઓ સર્જાઇ રહી છે. કારણ કે પાલિકાનો ફાયર સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન સહિત સામેના વિસ્તારમાં આવેલ હોઈ. તેમજ ગોંડલ તાલુકાના અને અમરેલી બાબરા જસદણ ભાવનગર સહિતને જોડતો આ રોડ છે. આવતીકાલે હાઇકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવનાર હોય જેની રાહ જોવાઇ રહી છે.