ગોંડલનો જુગલ ભટ્ટ KBCમાં ચમકયો, આ પહેલાં જીત્યો હતો એક કોન્ટેસ્ટ
જુગલ ભટ્ટ આ અગાઉ 2008 માં મામા સાથે એક કોન્ટેસ્ટમાં વિજેતા બનતા શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ મળ્યો હતો.
જયેન્દ્ર ભોજાણી, ગોંડલ : ગોંડલનો 24 વર્ષીય યુવાન જુગલ ભટ્ટ કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો છે અને 28 અને 29 ડિસેમ્બરના રોજ અમિતાભ બચ્ચન સાથે કોણ બનેગા કરોડપતિના રમતો જોવા મળ્યો હતો.
ગોંડલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને RTO અને વીમાનું કામકાજ કરતા રાજુભાઈ ભટ્ટનું પુત્ર જુગલ અમિતાભ બચ્ચન સામે બેસીને કરોડપતિ શૉમાં રમવાનો મોકો મળ્યો છે. જુગલ ભટ્ટ 12મી સિઝનમાં પ્રથમ વખત જ પ્રયાસ કર્યો હતો ને તેમાં સિલેક્ટ થાય ગયો હતો. ત્યાર બાદ 8 થી 10 જેટલી વિવિધ પરીક્ષાઓમાં પણ અવ્વલ આવી ફાસ્ટેસ્ટ ફિંગર ફાસ્ટમાં પણ સિલેક્ટ થાય ગયો અને તેમની કાબેલિયતથી હોટ સુધી પહોંચી લાખોની રકમ જીતવાનો મોકો મળ્યો હતો.
જુગલ પહેલીથી જ ભણવામાં હોશિયાર હોઈ ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરી હંમેશા અવ્વલ રહેતો તેમની આ કાબેલિયતને તેમના મામા ઋષિભાઈ વ્યાસએ આપ્યું. ઋષિભાઈ જે એક ટ્યૂશન ક્લાસીસ ચાલવે છે તેમની પ્રેરણા થી KBC માં જવા માટે સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
જુગલ ભટ્ટ કોમ્પ્યુટર એન્જિન્યર નો અભ્યાસ હાલ પૂર્ણ કરી ચુક્યા છે અને આગળ ડેટા સાયન્સ નો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવવા તત્પર છે. ભવિષ્યમાં દેશ માટે કંઈક કરવાની પણ આશા વ્યક્ત કરી છે. જુગલ ભટ્ટ આ અગાવ 2008 માં મામા સાથે એક કોન્ટેસ્ટમાં વિજેતા બનતા શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube