પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય બુક ફેર, જાણો વિગત
જે લોકોને સાહિત્ય, પુસ્તક, વાંચન અને લેખનનો શોખ છે તેવા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદમાં 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય બુક ફેરનું આયોજન થવાનું છે. તમને દેશ-વિદેશના પુસ્તકો એક છત નીચે મળી જશે.
અમદાવાદઃ પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 30 નવેમ્બરથી નવ દિવસીય પુસ્તક મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગરપાલિકાઆ પુસ્તક મેળાનું આયોજન કરી રહી છે. રિવરફ્રન્ટ પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટર ખાતે ખાસ વાતાનુકુલિત ડોમમાં પુસ્તક મેળો થશે. જેમાં દેશના જુદા જુદા રાજ્યના 147 પ્રકાશકો અને વિતરકોના 340 સ્ટોલ ઉભા કરાયા છે.
આ દરમિયાન અલગ અલગ સેશન્સનું પણ આયોજન છે. જેમાં રાજ્યના અને દેશના ખ્યાતનામ સાહિત્યકારો પણ પોતાની કૃતિઓ અને રચના રજૂ કરશે. આંતરાષ્ટ્રીય કક્ષાના લેખકો અને સહિતકારોને રૂબરૂ મળવાનો મોકો મળશે. આ પુસ્તક મેળામાં કોઈ રજિસ્ટ્રેશન અને એન્ટ્રી ફી નથી રાખવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
દેશ-વિદેશના પુસ્તકો મળશે
અમદાવાદના પુસ્તક પ્રેમીઓ માટે આ ખુબ સારા સમાચાર છે. તમને એક છત નીચે દેશ-વિદેશના વિવિધ પુસ્તકો મળવાના છે. 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આ પુસ્તક મેળો યોજાવાનો છે. પુસ્તક મેળા સાથે સાહિત્યકારોને સાંભળવાનો અને મળવાનો લ્હાવો પણ લોકોને મળવાનો છે. આ પુસ્તક મેળામાં પ્રવેશ માટે કોઈ ફી રાખવામાં આવી નથી.