પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પશુઓ માટે `સંકટમોચક` બનશે આ સુવિધા
ગુજરાતમાં નવા 68 પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. 47.97 કરોડના ખર્ચે નવા પશુ દવાખાનાનું નિર્માણ કરાશે. જ્યારે પાંચ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું નવીનીકરણ કરાશે.
ઝી બ્યુરો/અમદાવાદ: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં નવા 68 પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. 47.97 કરોડના ખર્ચે નવા પશુ દવાખાનાનું નિર્માણ કરાશે. જ્યારે પાંચ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું નવીનીકરણ કરાશે. તો 7 પશુ રોગ નિદાન લેબોરેટરી અને 10 વેટરનિટી પોલિક્લિનિકને પણ વિશિષ્ટ અને આધુનિક બનાવાશે.
મેઘરાજાએ ભારે કરી! જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી! ઓરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ
જેની પાછળ એક કરોડ રૂપિયાનો ખર્ચે મંજૂર કરાયો છે. 10 ડિજિટલ ડેસ્ક- ઈલેક્ટ્રોનિક કિઓસ્કની સુવિધા ઉભી કરાશે. સાથે પશુપાલન ખાતની કચેરીમાં 50 લાખ રૂપિયાનો ખર્ચે કરાશે. મહત્વનું છે કે પશુપાલન ખાતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વર્ગ-2ની 6 અને વર્ગ-3ની 9 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
ગુજરાત પર મેઘરાજા મહેરબાન! નદી-નાળા અને ડેમ છલકાયા, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ?
રૂપિયા એક કરોડની મંજૂરી
રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લીનીકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની 7 પશુ રોગ નિદાન લેબોરેટરી અને 10 વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 23-24 માં રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.
વલસાડના ધરમપુરમા આભ ફાટ્યું! 7 ઈંચ વરસાદથી હાહાકાર, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો
આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-૨ની ૬ જગ્યાઓ અને વર્ગ-3 ની 9 જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ફરી છવાયો વરસાદી માહોલ; આ વિસ્તારોમાં જતા હોય સાવધાન, પાણી ભરાયા