ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા પાંચમું પગાર પંચ લેતા કર્મચારીઓ માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી ટાણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. બોર્ડ નિગમ, નગરપાલિકા સહિતની સંસ્થાઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંસ્થાઓએ વ્યક્તિગત નિર્ણય લેવાનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




કર્મચારીના મૂળ પગારને આધાર ઉપર મોંઘવારી ભથ્થુ 1- 7- 2021 થી ચૂકવવામાં આવશે. મૂળ પગારના મહત્તમ 365 ટકા લેખે આ મોંઘવારી ભથ્થું ગણાશે. જે બોર્ડ નિગમ કે નગરપાલિકા સહિતની સંસ્થાઓમાં આર્થિક સ્થિતિ હોય તેના આધારે નિર્ણય લેવાનો રહે છે.