અમદાવાદ : રાજ્યમાં લોકડાઉન સમયે એસ.ટી બસોનું સંચાલન બંધ હતું. જેને ફરી એકવાર તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન પ્રીમિયમ એસટી બસોનું સંચાલન હજી સુધી બંધ જ હતું. સુરક્ષા અને સંક્રમણના જોખમને ધ્યાને રાખીને Volvo, AC સીટર તથા સ્લીપર બસોને હવે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. GSRTC દ્વારા પ્રીમિયમ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સપ્તાહે રાજ્યની 8 પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા

22 ઓગસ્ટથી રાજ્યની 40 પ્રીમિયમ બસોને અમદાવાદથી શરૂ કરવામાં આવી છે. બસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. કુલ ક્ષમતાના 60 ટકા મુસાફરો જ બેસાડી શકાશે. મુસાફરોએ બસમાં ફરજીયાત માસ્ક પહેરી રાખવું પડશે. આ ઉપરાંત તેને થર્મગન વડે તાપમાન ચેક કરીને જ બેસાડવામાં આવશે. 


Gujarat Corona Update: 1212 નવા દર્દી, 980 સાજા થયા, 14 લોકોનાં મોત

અમદાવાદમાં નહેરૂનગરથી વડોદરા, સુરત અને રાજકોટની વોલ્વો બસ નિયમ સમય પર નિકળશે. આ બસ વડોદરા, રાજકોટ અને નવસારી જેવા રૂટ પર ચાલશે. અત્રે ઉળ્લેખનીય છે કે, ગુજરાત એસટી દ્વારા ચાલુ કરવામાં આવેલી પ્રીમિયમ બસ સર્વિસને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેવામાં આ સર્વિસ ચાલુ થઇ તે એસટીનાં મુસાફરો માટે સારા સમાચાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર