Gujarat Rain Forecast : ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 101.08 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 158.73 ટકા અને સૌરાષ્ટ્રમાં 119.68 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 95.52 ટકા અને મધ્ય ગુજરાતમાં 96.11 ટકા વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 88.31 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૩,૩૩,૧૭૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૯૯.૭૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૪ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૯૦ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૯ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૦ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.


ફિટનેસ ટ્રેનરને વરસાદમાં પલળતા રોડ પર રીલ્સ બનાવી ભારે પડી, જાહેરમાં માફી માંગી


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૫૩ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૫૧ જળાશયો મળી કુલ ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૨ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૭ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


ગર્લ્સ હોસ્ટેલમાં માપમાં કપડા પહેરવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ ફરમાન, પરિપત્ર જાહેર


રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 101.08 ટકા વરસાદ
પાટણમાં સિઝનનો 92.41%, બનાસકાંઠામાં 106.58% વરસાદ
મહેસાણામાં 91.75% અને સાબરકાંઠામાં 97.97% વરસાદ
અરવલ્લીમાં 91.82%, ગાંધીનગરમાં 79.18% વરસાદ
અમદાવાદમાં 71.71%, ખેડામાં સિઝનનો 99.42% વરસાદ
આણંદમાં 112.92% અને વડોદરામાં 77.93% વરસાદ
છોટાઉદેપુરમાં સિઝનનો 91.37%, પંચમહાલમાં 109.22%
મહીસાગરમાં 121.97%, દાહોદમાં સિઝનનો 95.56% વરસાદ
સુરેન્દ્રનગરમાં 81.41%, રાજકોટમાં સિઝનનો 120.82% વરસાદ
મોરબીમાં 100.14%, જામનગરમાં સિઝનનો 123.73% વરસાદ
દેવભૂમિ દ્વારકામાં 117.08%, પોરબંદરમાં 110.39% વરસાદ
જૂનાગઢમાં 167.78%, ગીર-સોમનાથમાં 137.99% વરસાદ
અમરેલીમાં98.89%, ભાવનગરમાં સિઝનનો 110.06% વરસાદ
બોટાદમાં સિઝનનો 98.57%, ભરૂચમાં 80.46% વરસાદ
નર્મદામાં 80.31%, તાપીમાં સિઝનનો 83.99% વરસાદ
સુરતમાં સિઝનનો 86.04%, નવસારીમાં 99.46% વરસાદ
વલસાડમાં98.82%, ડાંગમાં સિઝનનો 74.06% વરસાદ


લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, 4 ના મોત


રાજ્યમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે. હવે જે આવશે તો વધારાનો વરસાદ હશે. રાજ્યમાં આજ સવાર સુધી ૧૦૧.૮ ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી રાજ્યનો સરેરાશ વરસાદ ૩૪.૫૨ ઇંચ વરસાદ પડે છે. આ વર્ષે સરેરાશ ૩૫ ઇંચ વરસાદ વરસી ગયો છે. જેમાં કચ્છમાં સરેરાશ ૧૮ ઇંચ સામે આ વર્ષે ૨૯ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૮ ઇંચ વરસાદ સામે આ વર્ષે ૩૪ ઇંચ વરસાદ વરસ્યો છે. પૂર્વ ગુજરાતમાં સરેરાશ ૩૨ ઇંચ વરસાદ સામે આ વર્ષે ૩૧ ઇંચ વરસાદ સાથે થોડી ઘટ છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૨૯ ઇંચ વરસાદ સામે આ વર્ષે ૨૭ ઇંચ વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૫૯ ઇંચ વરસાદ સામે આ વર્ષે ૫૨ ઇંચ વરસાદ જ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ઇંચ વરસાદમાં ૭ ઇંચ, ઉત્તર ગૂજમાં ૨ ઇંચ અને પૂર્વમાં એક ઇંચ વરસાદની હજી પણ ઘટ છે. 


માત્ર કૂતરા જ નહિ, આ પ્રાણીઓ પણ માણસો માટે ઘાતક બન્યા, તેમના કરડવાના કેસ વધ્યા