ફિટનેસ ટ્રેનરને વરસાદમાં પલળતા રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી, જાહેરમાં માફી માંગી
Rajkot News : નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. પોપ્યુલર થવા અને રીલ્સ બનાવવા માટે હવે યુવતીઓમાં રીતસરની હોડ લાગી છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી છે. રીલ્સ બનાવનાર ફિટનેસ ટ્રેનર સામે ગુનો નોંધાયો છે. ફિટનેસ ટ્રેનર યુવતીએ રસ્તા પર ટ્રાફિક રોકીને યુવતીએ રોડ પર રીલ્સ બનાવી હતી. વરસાદમાં ટ્રાફિકને અડચણરૂપ થઈ રીલ્સ બનાવતા પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે હવે ટ્રેનર યુવતીએ માફી માગતો વીડિયો શેર કર્યો છે.
રાજકોટમાં ફિટનેસ ટ્રેનરને રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી. માલવીયા નગર પોલીસે IPC 283 મુજબ ગુનો દાખલ કર્યો છે. દીના પરમાર (ઉવ.40) દ્વારા જાહેર રોડ પર રીલ બનાવવામાં આવી હતી. 18 સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 વાગ્યા આસપાસ રોડ પર રીલ્સ બનાવી હતી. ટ્રાફિકને અડચણ થાય તે પ્રકારની આ રીલ હોવાથી પોલીસે તેના પર કાર્યવાહી કરી છે.
ફિટનેસ ટ્રેનરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહી માફી માંગી છે. નિયમોને નેવે મૂકી જાહેરમાં રીલ્સ બનાવવા બદલ માફી માંગી છે. પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરતી હોય તેમ જ માફી માગતી હોય તે પ્રકારનો વીડિયો શેર કર્યો છે.
Trending Photos