Gujarat Government Job: ગુજરાતમાં ભવ્ય જીત બાદ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે આ નિર્ણય લીધો તો સરકારી કર્મચારીઓને બખ્ખાં થઈ જવાના છે. હાલમાં સરકાર મોટાભાગની ભરતી ફિક્સ પે આધારિત કરે છે. જેને પગલે સરકારી કર્મચારીઓમાં પણ અસંતોષ રહે છે. સરકાર હવે આઉટ સોર્સિંગ એટલે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરે તેવી હિલચાલ રહી છે. બજેટમાં આ જાહેરાત થઈ તો ગુજરાતના હજારો બેરોજગારો માટે આ જાહેરાત ખુશીની લહેર લાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે વિચારણા કરી છે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. આ માટે સરકારમાં હિલચાલ ચાલી રહી છે. આગામી સમયમાં આ જાહેરાત થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે પણ હાલમાં આ સમાચારે પણ બેરોજગારોમાં એક નવી આશા જગાવી છે. સરકાર કર્મચારીઓની કામગીરી પર અસર થતી હોવાથી ફિક્સ પગારની પદ્ધતિને દૂર કરવાની વિચારણા કરી રહી છે. 


આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Gold Price: શું 60,000ને પાર થઈ શકે છે સોનાનો ભાવ? જાણો સોનાના ભાવ વધવાના કારણ


મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો પ્રમાણે આ પદ્ધતિથી કર્મચારીઓની કાર્યની અસરકારતા પર ફેર પડતો હોવાથી આ પ્રથાના સમૂળગી દૂર કરવા વિચારણા થઈ રહી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરતી કરવાની પ્રથા અમલમાં છે. ફિક્સ પગાર પ્રથા એટલે કર્મચારીની ભરતી રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે અને અમુક ચોક્કસ સમયગાળા પછી તેમને કાયમી કરાય છે. જેમાં કર્મચારીમાં કાયમી અસંતોષ રહે છે. સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં એટલે કે ખાલી જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. જેમાં જરૂર હોય એ સમયે કોન્ટ્રાક્ટથી માણસોની ભરતી કરી તેમને બાદમાં રવાના કરી દેવાય છે. આમ કોન્ટ્રાક્ટ પ્રથામાં પણ ઘણા કર્મચારીઓ હાલમાં સરકારમાં નોકરી કરી રહ્યાં છે.


આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ


 આઉટસોર્સિંગ એટલે કોઈ એજન્સી મારફતે રાજ્ય સરકારને કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે. આ ત્રણ પદ્ધતિથી સરકાર અત્યારે ભરતી કરી રહી છે. રાજ્યમાં ફિક્સ પગારના 3.80 લાખ અને કોન્ટ્રાક્ટ તેમ જ આઉટસોર્સિંગ મળી કુલ 10.80 લાખ કર્મચારી છે. આગામી બજેટમાં આ માટેની પૂરતી નાણાકીય જોગવાઈ કરીને સરકાર ફિક્સ, કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ પ્રથા દૂર કરે તેવી શક્યતા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી હતી. જો આ ફાઈનલ થયું તો 11 લાખ કર્મચારીઓ માટે આ ખુશીની પળ હશે. હાલમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું શોષણ થાય છે. જેઓ બેસે છે સરકારી ઓફિસોમાં પણ કાયમી કર્મચારીની જેમ ગુણવત્તાવાળું કામ કરી શકતા નથી.


આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: 4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો અને ખાવાના શોખિન છો તો આ ખાવાનો ટેસ્ટ કરી લેજો,આંગળીઓ ચાટતા થઈ જશો


હાલમાં રાજ્યમાં ફિક્સ, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગને મળીને કુલ 10.80 લાખ કર્મચારી છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર મોટી નાણાંકીય જોગવાઇ સાથે આ પ્રથાના દૂર કરીને કાયમી ભરતીઓ પર આગળ વધે તેવી ગતિવિધિ હાથ ધરાઇ છે. આ ગુજરાતના લાખો બેરોજગારો માટે મોટા સમાચાર છે. સરકાર આ ત્રણેય પ્રથા દૂર કરે તો કરોડો રૂપિયાનો સરકારી તિજોરી પર બોજ આવી શકે છે પણ આગામી દિવસોમાં ગુજરાત સરકાર કેવો નિર્ણય લે છે એની પર મોટો આધાર છે. હાલમાં તો આ હિલચાલે ભારે ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube