4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય

Vicuna Babric: દુનિયાના સૌથી મોંઘા ફેબ્રિકમાં સામેલ વિકુનાથી બનેલો શર્ટ અને કોટની કિંમત તમારી આંખો પહોળી કરી નાંખશે. ઈટલીની કંપની તોરો પિયાનાની વેબસાઈટ પર વિકુલા ફેબ્રિકાંથી બનાવેલ કપડાના થઈ રહેલા સેલ પર નજર કરીએ તો એક જોડી મોજાની કિંમત 80 હજાર રૂપિયા છે. તો તે શર્ટની કિંમત 4થી 5 લાખ રૂપિયા છે. 

4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય

Vicuna Fabric: એક મોજાને ખરીદવા માટે તમે કેટલા રૂપિયાનો ખર્ચ કરી શકો. 20, 30, 40, 50, 100, 500 કે પછી 1000 રૂપિયા. પરંતુ તમે જો આટલા બજેટ પર અટકી ગયા છો તો તમને જણાવી દઈએ કે આ ખાસ ફેબ્રિકમાંથી બનેલા મોજાને તમે ખરીદી શકશો નહીં. જેટલી તમારા મહિનાની સેલરી હશે તેનાથી પણ મોધા આ મોજા હોય છે. જી, હા. વિકુના ફેબ્રિકમાંથી બનેલ  મોજાની કિંમત 80,000 રૂપિયાથી શરૂ થાય છે. જો શર્ટની કિંમત જાણશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સફર આટલા પર જ પૂરી થતી નથી. વિકુના ફેબ્રિકમાંથી બનેલા સ્કાર્ફ તમને 5થી 5.50 લાખ રૂપિયામાં મળશે. જોકે માત્ર કિંમત પર જ વાત નથી કરવાની. આ ફેબ્રિકની વિશેષતા પણ જાણવી જરૂરી છે.

દુનિયાનું સૌથી મોંધુ ફેબ્રિક:
દુનિયાના સૌથી મોંઘા ફેબ્રિકનું ટાઈટલ વિકુનાના નામે છે. તેની ગણતરી લક્ઝરી અને સૌથી મોંઘા ફેબ્રિકમાં થાય છે. તેનાથી બનેલા કપડાંને ખરીદવું સામાન્ય લોકોના બસની વાત નથી. ઈટલીની કંપની લોરો પિયાના વેબસાઈટ પર વિકુલા ફેબ્રિકાંથી બનાવેલ કપડાના થઈ રહેલા સેલ પર નજર કરીએ તો એક જોડી મોજાની કિંમત 80 હજાર રૂપિયા છે. તો તે શર્ટની કિંમત 4થી 5 લાખ રૂપિયા છે. 

વિકુનાના કપડાંની કિંમત તમારા હોશ ઉડાવી દેશે:
લોરો પિયાના પર વિકુના ફેબ્રિકમાંથી બનેલા કપડાંની લાંબી રેન્જ છે. કિંમત પર નજર કરીએ તો ત્યાં 80 હજારના મોજા, 4 લાખ 23 હજાર રૂપિયાનો શર્ટ, પોલો નેકની ટી શર્ટની કિંમત 9 લાખ 11 હજાર રૂપિયા છે. જ્યારે વિકુના ફેબ્રિકમાંથી બનેલ પેન્ટની કિંમત 8 લાખ 97 હજાર રૂપિયા છે. કોટ માટે તમારે 11 લાખ 44 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે સ્કાર્ફ સામાન્ય મોલમાં તમને 500થી 1000 રૂપિયામાં ખરીદી શકો છો પરંતુ અહીંયા તમારે 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

કેમ આટલું મોંઘું હોય છે વિકુના ફેબ્રિક:
વિકુના ફેબ્રિક એક ખાસ પ્રકારના ઉંટના ઉનમાંથી તૈયાર કરવામાં આવે છે. તે નાના પ્રકારના ઉંટ દક્ષિણ અમરિકાના ખાસ વિસ્તારમાં મળી આવે છે. ઉંટોની આ પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે. વર્ષ 1960માં જ તેમને દુર્લભ પ્રજાતિ જાહેર કરવામાં આવી હતી. આ ઉંટના પાલન, દેખરેખ માટે નિયમ ઘણા આકરા છે. વિકુના ઉંટમાંથી તૈયાર થયેલ ઉન અત્યંત પાતળું, હળવું અને ગરમ હોય છે. વિકુના ઉનની જાડાઈ 12થી 14 માઈક્રોન હોય છે. આ ફેબ્રિક અત્યંત ગરમ હોય છે. તેના માટે તેની કિંમત વધારે હોય છે. 

વિકુના ઉનમાંથી કોટ બનાવવા માટે લગભગ 35 ઉંટમાંથી ઉન કાઢવું પડે છે. આ હિસાબથી તમે તેની કિંમતનું આંકલન કરી શકો છો. ઈટલીની કંપની લોરો પિયાનાએ વિકુના માટે ખાસ અભ્યારણ્ય બનાવ્યું છે. પેરુની પાસે 5000 એકર જમીનમાં વિકુનાનું પાલન કરવામાં આવે છે. તેની ખાસ દેખરેખ રાખવામાં આવે છે અને પછી તેના શરીર પરથી ઉન કાઢવામાં આવે છે. તેની ગુણવત્તાના કારણે જ તેને સૌથી મોંઘા ફેબ્રિકનું ટાઈટલ મળ્યું છે. આ ખાસ પ્રકારના પશુનું પાલન પણ એટલું સરળ નથી. ખર્ચાળ પ્રોસેસના કારણે ફેબ્રિકમાંથી બનેલા વિકુનાના કપડાંની કિંમત વધી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news