સાતમું પગાર પંચ: ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
7th Pay Commission: રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તારીખ 01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તારીખ 01-01-2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
મળો ગુજરાતના આનંદ કુમારને; 4 વર્ષથી ફીમાં આપે છે ટ્રેનિંગ, 300થી વધુ યુવાનોને રોજગાર
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
'ગુજરાતીઓ ફરી રેઈન કોટ કાઢી તૈયાર રાખજો', અંબાલાલ પટેલની ફરી કમોસમી વરસાદની આગાહી
તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે.
ખરીફ સીઝન પહેલા પાક નુકસાની વળતર ચૂકવે સરકાર, સરકારની મિલીભગતથી બીજ બુટલેગરો બેફામ
ગુજરાત સરકારનો ઠરાવ
ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- ૨૦૧૬ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર, સંદર્ભ (ર) માં દર્શાવેલ તા. ૧૭/૮/૦રર ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા. ૧/૧/ર૦રર ની અસરથી ૩૪% ના દરે મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. ઉપર સંદર્ભ (3) અને તેમાં દર્શાવેલ ભારત સરકારના તા. ૩/૧૦/૨૦૨૨ અને તા. ૩/૪/૨૦૩ ના ઓફીસ મેમોરેન્ડમી, કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં, અનુક્રમે તા. ૧૫/૭/૨૦રર ની અસરથી હાલમાં ચુકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૩૪૪ ના દરમાં વધારો કરી ૩૮% ના દરે અને તા. ૧/૧/૨૦૨૩ ની અસરથી ૪% ના દરે મોંધવારી ભથ્થુ ચુકવવાનું ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થાના પ્રવર્તમાન ૩૪૪ ના દરમાં તા. ૧/૭/૨૦૨૨ ની અને તા. ૧/૧/૨૦૨૩ ની અસરથી ૪૪ + ૪૪ (આઠ ટકા) વધારો કરી, ૪૪ કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંધવારી ભથ્થુ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.
ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા. ૧/૭/૨૦૨૬ અને તા. ૧/૧/૨૦૨૩ થી મળવાપાત્ર મોંધવારી ભથ્થાના મે-૨૦૧૩ સુધીના પગાર તફાવતની રકમ ૩ હપ્તામાં રોકડમાં ચૂકવવાની રહેશે. (૧) પ્રથમ હપ્તો જુન માસના પગાર (પેઇડ ઇન જુલાઇ ) સાથે (૨) બીજો હપ્તો ઓગસ્ટ માસના પગાર (પેઇડ ઇન સપ્ટેમ્બર ) સાથે (3) ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર (પેઇડ ઇન નવેમ્બર) સાથે ચૂકવવાનો રહેશે. રાજ્ય સરકારના પેન્શનરોને તા. ૧/૭/૨૦૨૨ અને તા. ૧૧/૨૦૧૩ થી મે -૨૦૨૩ સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર મુજબ હપ્તામાં ચૂકવવાની રહેશે. મોંધવારી ભથ્થામાં ૫૦ (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી બાખા રૂપિયા પ્રમાણે થશે અને પ૦ (પચાસ) પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો! અમેરિકાના આ 3 રાજ્યમાં મા ઉમાનું ભવ્ય મંદિર બનશે
આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે. આ હુકમોનો લાભ ચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.
મળો ગુજરાતના આનંદ કુમારને; 4 વર્ષથી ફીમાં આપે છે ટ્રેનિંગ, 300થી વધુ યુવાનોને રોજગાર
પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર કરેલ મોંધવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંધવારી ભથ્થાના કારણે થતું ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઇએ.
ખરીફ સીઝન પહેલા પાક નુકસાની વળતર ચૂકવે સરકાર, સરકારની મિલીભગતથી બીજ બુટલેગરો બેફામ