Good News: 1 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપશે ગુજરાત સરકાર, આ છે માસ્ટરપ્લાન
Gujarat Government Job: ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત સરકાર બેરોજગારો માટે પ્રથમવાર રોજગારીનું આયોજન કરી રહી છે. નવી ભરતી માટે વિભાગોને ખાલી જગ્યાના પત્રકો આપવા GADને આદેશ થયો છે. સચિવાલયમાં બજેટ ઘડતર માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અને આગામી ૫ વર્ષમાં ૧ લાખ મહિલાઓને સરકારી નોકરીઓ આપવા દરખાસ્તો મંગાવાઈ છે.
Government Job: ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત સરકાર બેરોજગારો માટે પ્રથમવાર રોજગારીનું આયોજન કરી રહી છે. નવી ભરતી માટે વિભાગોને ખાલી જગ્યાના પત્રકો આપવા GADને આદેશ થયો છે. સચિવાલયમાં બજેટ ઘડતર માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અને આગામી ૫ વર્ષમાં ૧ લાખ મહિલાઓને સરકારી નોકરીઓ આપવા દરખાસ્તો મંગાવાઈ છે. દર વર્ષે સરકાર પ્રાઈવેટ સેક્ટરમાં પાંચ લાખ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્યાંક રાખી રહી છે.
ભાજપે પાંચ વર્ષમાં ૨૦ લાખ રોજગારીની નવી તકોનું સર્જન કરવા ચૂંટણી પૂર્વે સકલ્પ જાહેર કર્યો છે. જે વાયદો નિભાવવા માટે સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે. સરકારી ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં અને તેમાય વિશેષતઃ ઈન્ફોર્મેશન ટેકનોલોજી- IT સેક્ટરમાં નવી તકો ઉપલબ્ધ થાય તે ઉદેશ્યથી બજેટમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી, ઉદ્યોગ, પ્રવાસન, શિક્ષણ, મહેસૂલ, વાહન વ્યવહાર ગૃહ, શહેરી વિકાસ, બંદરો સહિતના વિભાગોમાં ટેકનોલોજી બેઝ્ડ રોજગાર સર્જનને પ્રોત્સાહિત કરતી બાબતોની દરખાસ્તો તૈયાર કરવા કહેવાયું છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કર્મચારીઓના આંદોલન સામે સરકારે અનેક સવર્ણોની માંગણીઓ સ્વિકારી હતી, પગારમાં વધારો, ગ્રેડ-પેના સ્થાને વિશેષ લાભો, મોંધવારી, ઘરભાડા, તબીબી, પ્રવાસન સહિતના અનેક ભથ્થાઓમાં વધારો તેમજ પેન્શન યોજનામાં આશિક ફેરફાર જેવા લાભો અમલમાં આવતા વાર્ષિક રૂપિયા ૧૨ કરોડ કરોડથી વધારેનું ભારણ વધ્યુ છે. જેને પગલે સરકાર નવી તૈયારીઓ કરી રહી છે. સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી ઓછી કરવાનો છે. આ સ્થિતિમાં હવે પછીની નવી સરકારી ભરતીઓ ઉપર સૌની નજર છે.
આ મામલે સરકાર ગંભીર બનીને આ કામગીરી કરવા માગે છે. જે માટે પ્રયાસો પણ શરૂ તી ગયા છે. ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષ માટે અંદાજપત્રની પૂર્વ દેસાઈના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલ- ૧ના ભોંયતળિયે આવેલા હોલમાં મહેસૂલ, પાટનગર યોજના, માર્ગ મકાન, બંદરો, વાહન વ્યવહાર, ગૃહ, જેલ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક એમ સાત વિભાગોના મંત્રીઓ, સેક્રેટરીઓ, કમિશનરો તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે પોતાના તાબા હેઠળના વિભાગો તરફથી ખર્ચના અંદાજો અને નવી બાબતોની દરખાસ્તોનું પ્રેઝન્ટશન કર્યું હતું. જેમાં ભરતીને પાત્ર થતી નવી જગ્યાઓની વિગતોના પત્રકો પણ રજૂ થયાનું જાણવા મળ્યું છે.
મેડિકલમાંથી તાવ શરદીની દવા ખરીદશો તો પણ સરકારને પડશે ખબર, લેવાયો આ મોટો નિર્ણય
ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત
વડોદરામાં 'શિવ' ના નામે ડાન્સ શીખવતો હતો શેરૂ પઠાણ! આવી રીતે થયો ખુલાસો
વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે ચૂંટણી ઢંઢેરા અર્થાત સંકલ્પ પત્રમાં વર્ષ ૨૭-૨૮ સુધીના પાંચ વર્ષમાં ગુજરાત સરકારમાં મહિલાઓને એક લાખ સરકારી નોકરીઓ આપવાનું જાહેર કર્યુ હતુ. આથી, માત્ર મહિલાઓ માટે પ્રતિવર્ષ ૨૦,૦૦૦ નવી સરકારી ભરતીનું આયોજન થઈ શકે તેવા ઉદ્દેશ્યથી સામાન્ય વહીવટ વિભાગ- GADએ તમામ વિભાગો પાસેથી પોતાને હસ્તક અને તાબા હેઠળની કચેરીઓ, ગ્રાન્ટેડ સંસ્થાનોમાં ખાલી પડેલી તેમજ ક્રમાનુસાર ખાડી પડનારી જગ્યાના પત્રકો મોકલવા આદેશ કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ લોકોને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેના માટે સ્પેશિયલ પોર્ટલ, બે મહિનાનો ટાર્ગેટ, સચિવ સ્તર પર દર અઠવાડીયે સમીક્ષા બેઠક ફુલ કેલેન્ડર તૈયાર કરવું, રિટાયરમેન્ટને લઈને ખાલી પડેલી જગ્યાઓના આંકડા એકઠા કરવા જેવા પગલા ઉઠાવ્યા છે.
તેમનો એક જ હેતું છે કે વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ લોકોને નોકરી આપવામાં આવે. પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.મોદી સરકારે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ પુરા કરવા માટે 5 પોઈન્ટ પ્લાન બનાવ્યો છે. જેનો તબક્કાવાક અમલ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ લોકસભા સમયે બેરોજગારી એ મામલો ન બને એ માટે પ્રયાસો કરી રહી છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube