Narmada Dam જયેશ દોશી/નર્મદા : ચોમાસું તો હજી શરૂ જ નથી, થયું તે પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યુ નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે. પહેલીવાર જુન મહિનામાં એવું બન્યું છે કે ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમની સપાટી 123 મીટર પર પહોંચી ગઈ છે. આવું કેવી રીતે થયું અને અચાનક નર્મદા ડેમમાં પાણી કેવી રીતે આવ્યું તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ વધારો નોંધાઇ રહ્યો છે. જોકે હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને હજી પણ 41 થી 44 ડિગ્રી તાપમાન રહે છે. આવામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. આ કારણે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે, તે 121.92 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે હાલ ઉપરવાસમાંથી 94 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈ મેન કેનાલમાં 20 હજાર ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમ ચાલુ વર્ષે મહત્તમ સપાટી પર પહોંચશે એમ લાગી રહ્યું છે.


ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો : પંમચહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો


  • મહત્તમ સપાટી - 138.68 મીટર 

  • હાલ પાણીની આવક - 94,405 ક્યુસેક

  • નર્મદા ડેમમાંથી ટોટલ જાવક - 20520 ક્યુસેક


ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વીજળીની માંગ વધી છે. આ કારણે ટર્બાઈન ચાલુ કરવામાં આવ્યા છે. ટર્બાઈન ચાલુ કરતા તેનું પાણી સીધું નર્મદા ડેમમાં આવ્યું છે. આમ તો દર ઉનાળામાં ટર્બાઈન ચાલુ કરાતા નર્મદા ડેમમાં પાણીની આવક થતી હોય છે. પરંતુ આ વખતે નર્મદા ડેમની સ્થિતિ ગત કરતા સારી છે. આ વખતે 123 સપાટી પર ડેમ પહોંચી ગયો છે. 


દિવસે નહિ, પણ રાતે દેખાય કિડની ખરાબ થયાના આ સંકેત, ન કરતા ઈગ્નોર