ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો : પંમચહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો

Gujarat Weather Forecast : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયુ છે. આ કારણે સ્થાનિક લોકો ખુશ થઈ ગયા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસી છે. તો કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાની સ્થિતિ પણ સર્જાઈ છે. આજે વહેલી સવારે વલસાડ, વાપી, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

1/4
image

વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાપી ઉમરગામ અને સંઘ પ્રદેશ સેલવાસ દમણમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું આગમન થયું છે. વરસાદ પડતાંની સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા. જોકે, રસ્તાઓ પાણી પાણી થતા લોકો હરખાયા છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયુઁ છે. વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.   

છોટાઉદેપુરમાં વરસાદ

2/4
image

આજે સવારથી છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બોડેલીના ચલામલીમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણ ખુશ્નુમા બની ગયું છે. 

સુરતમાં મેઘ મહેર જોવા મળી

3/4
image

મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.   

પંચમહાલમાં વરસાદ

4/4
image

પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે. કાલોલ તાલુકામાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સવારથી જ મલાવ, મધવાસ, સણસોલી, દેલોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી અહીં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ત્યારે નગરજનોને ગરમીમાં આંશિક રાહત થતા તેઓ હરખાયા છે. આમ, ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા.