ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: સમગ્ર મહીસાગર જિલ્લામાં ચોમાસાની પ્રારંભમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ આગામી સમયમાં પણ સારો વરસાદ થશે તે આશાએ ખેતીના શ્રીગણેશ કરીને પોતના ખેતરોમાં વાવણી કરી દીધી હતી.  પરંતુ સમગ્ર ઓગષ્ટ મહિનામાં વરસાદ નહિ થતા ખેડૂતોના ખેતરનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી જાહેરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCને 27 ટકા અનામત, SC-ST માં ફેરફાર નહિ


જો આવનાર દિવસોમાં વરસાદ નહિ વરસે તો ખેડૂતોને તેમજ પશુપાલન કરતા પશુપાલકો માટે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે ત્યારે આવનાર સમયમાં વરસાદ થાય અને ખેતીના પાકને જીવતદાન મળે તે માટે મેઘરાજાને મનાવવા અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે તેમજ વરસાદ આવે તે માટે  વિવિધ સમાજમાં વર્ષો જૂની વિવિધ માન્યતાઓ પણ છે અને આવીજ એક માન્યતા આદિવાસી સમાજમાં પણ જોવા મળે છે.


રક્ષાબંધન પહેલા બહેનોને સરકારે આપી મોટી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો


મેઘરાજાને રીઝવવાની આદિવાસી સમાજની શુ છે માન્યતા
વરસાદ વરસે તે માટે આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને રીઝવવા આદિવાસી સમાજની મહિલાઓ આદિવાસી શૈલીમાં વરસાદની ભીખ માંગવામાં ઘરે ઘરે નીકળતી હોય છે મહીસાગર જિલ્લામાં વરસાદ સરેરાશ ઓછો છે ત્યારે ખાનપુર તાલુકાના છેવાડા ગામોમાં આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા માટે નીકળી હતી. 


સપ્ટેમ્બરમાં પાંચ ગ્રહોનું ગોચર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, થશે મહાલાભ


રાજસ્થાનની સરહદે અડીને આવેલા ખાનપુર તાલુકાના છાણી ગામે આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી હતી અને આદિવાસી સમાજની એક માન્યતા એવી પણ છે કે સ્થાનિક લોકગીત ગાઈને ઘરે ઘરે જઈ વરસાદ માંગવામાં આવે તો વરસાદ આવતો હોય છે ત્યારે સ્થાનિક આદિવાસી મહિલાઓ ટોળી બનાવી આદિવાસી શૈલીમાં ગીતો ગાતી  વરસાદ માંગવા નીકળે છે અને જેનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


શ્રાવણ મહિનાની પૂનમના દિવસે કરી લેવો આ એક ઉપાય, મોટામાં મોટા દોષનું પણ થશે નિવારણ


ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજની વરસાદ લાવવાની અનોખી માન્યતાથી વરસાદ આવશે કે કેમ તે તો આવનાર નજીકના દિવસોમાં ખબર પડશે.


માતેલા સાંઢની જેમ વાહન હંકારનારાઓમાં ફફડાટ,હવે ગુજરાતમાં ગાડી ઠોકશો તો ધકેલાશો પાસા