અર્પણ કાયદાવાલા/અમદાવાદ :દાહોદ નજીક દિલ્હી મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગના મંગલ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ 16 જેટલા માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ અકસ્માતને લઇને 30 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 5 ટ્રેન રદ્દ કરાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રહી યાદી 


દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. અન્ય ટ્રેનોના બંને સાઈડના ટ્રાફિક પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનામાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. દાહોદના મંગલમહુડી પાસે સર્જાયેલા અકસ્માત બાદ રદ્દ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનની યાદી અમદાવાદ રેલ ડિવિઝન દ્વારા આપવામા આવી છે. 




આ ટ્રેન રદ કરવામાં આવી


મંગલમહુડીથી લીમખેડા વચ્ચે માલગાડી ટ્રેન ડિરેલ થવાના કારણે ટ્રેન પરિચાલન ખોરવાયો છે.  આ વિશે અમદાવાદ રેલ ડિવિઝનના સિનિયર જનસંપર્ક અધિકારી જીતેન્દ્ર જયંતે જણાવ્યુ કે, આ અકસ્માતને પગલે 30 થી વધુ ટ્રેન માટે વૈકલ્પિક માર્ગેથી ચલાવવામાં આવશે. તો બીજી તરફ 5 ટ્રેન રદ કરવામાં આવી છે. દાહોદ વડોદરા સ્પેશિયલ, વડોદરા - કોટા એક્સપ્રેસ, વડોદરા દાહોદ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ નિઝામુઉદ્દીન અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ અમૃતસર એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી.