બાળપણના ફોટાને ડ્રાઇવમાં કર્યાં અપલોડ, ગૂગલે `પોર્ન` ગણાવી એકાઉન્ટ કર્યું બ્લોક, ગુજરાત હાઈકોર્ટે મોકલી નોટિસ
ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ગૂગલને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. મામલો એન્જિનિયર નીલ શુક્લાનો છે. નીલે બાળપણની તસવીરોને ગૂગલે ચાઇલ્ડ પોર્ન ગણાવતા તેના ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટને બ્લોક કરી દીધું. તમામ પ્રયાસો બાદ પણ તેનું એકાઉન્ટ રિલીઝ કરવામાં આવ્યું નહીં.
અમદાવાદઃ રાજ્યમાં રહેતો એક 24 વર્ષીય નીલ શુક્લા નામનો યુવક પોતાનો જૂનો આલબમ જોઈ રહ્યો હતો. આ આલબમમાં તેની બાળપણની તસવીરો હતી. આ તસવીરો જોઈને તેની યાદો તાજી થઈ ગઈ. નીલે કેટલીક તસવીરો સ્કેન કરી અને તેણે પોતાની ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરી જેથી આ તસવીરો હંમેશા તેની સાથે રહે. પરંતુ એક દિવસ અચાનક ગૂગલે તેના એકાઉન્ટને બ્લોક કરી દીધુ હતું. તેના ઉપર આરોપ લાગ્યો કે તેના એકાઉન્ટને ચાઇલ્ડ પોનોગ્રાફીના આરોપમાં બ્લોક કરવામાં આવ્યું છે. નીલ કંઈ સમજી શક્યો નહીં. બાદમાં તેને ખ્યાલ આવ્યો કે તેણે પોતાની ડ્રાઇવ પર જે તસવીરો અપલોડ કરી હતી, તેમાંથી એક તસવીર હતી, જેમાં તેના દાદી તેને સ્નાન કરાવી રહ્યાં હતા. તમામ પ્રયાસો છતાં તેના એકાઉન્ટને બહાલ કરવામાં આવ્યું નહીં. હવે હાઈકોર્ટે ગૂગલને નોટિસ ફટકારી છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગૂગલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નોટિસ ફટકારી છે. એન્જિનિયર નીલ શુક્લાએ જણાવ્યું કે તે માત્ર બે વર્ષનો હતો, જ્યારે તેના દાદી તેને સ્નાન કરાવી રહ્યાં હતા.
એઆઈનો હોઈ શકે છે હાથ
નીલ શુક્લાએ જણાવ્યું કે તેને શંકા છે કે તેનું એકાઉન્ટ બ્લોક કરવા પાછળ એઆઈ હોઈ શકે છે. નીલે જણાવ્યું કે તેણે પોતાની તસવીરો ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરી હતી અને પાછલા વર્ષે એપ્રિલમાં તેના એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. ગૂગલના એઆઈ-આધારિત પ્રયોગોએ તાજેતરમાં વિવાદાસ્પદ પરિણામો આપ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસ 12 સીટો જીતશે, ધોળા દહાડે આ કોંગ્રેસી નેતા જોઈ રહ્યાં છે સપનાં
એન્જિનિયરના કામ પર થઈ અસર
નીલ શુક્લાના વકીલ દીપેન દેસાઈએ કોર્ટને કહ્યું કે તેનો અસીલ ઈમેલ સુધી પણ ન પહોંચી શક્યો અને તેનો વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો છે. આ અવરોધ એક કમ્પ્યુટર એન્જિનિયર શુકલા માટે ઓળખ ગુમાવવા જેવો હતો, જેનો મોટા ભાગનો વ્યવસાય ઈન્ટરનેટના માધ્યમથી સંચાર પર નિર્ભર હતો. શુક્લાએ ગૂગલને પોતાનું એકાઉન્ટ રિસ્ટોર કરવાની વિનંતી કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો.
કોઈએ ન કરી સુનાવણી
ગૂગલના ફેસલેસ ફરિયાદ નિવારણમાં તેની અપીલના મુદ્દાને હલ કરવામાં નિષ્ફળ થયા બાદ શુક્લાએ ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન તથા ટેક્નોલોજી વિભાગનો સંપર્ક કર્યો, જે ભારતમાં આવા મામલા માટે નોડલ એજન્સી છે. પરંતુ શુક્લાએ કહ્યું કે અધિકારી ચુપ રહ્યાં, ત્યારબાદ તેણે મજબૂરીમાં કોર્ટમાં અરજી દાખલ કરવી પડી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના ભાજપનાં સપનાં પણ આ પડકારો ભાજપને અપાવી શકે છે ટેન્શન
26 માર્ચ સુધી કોર્ટમાં આપવાનો છે જવાબ
દેસાઈએ તાજેતરમાં હાઈકોર્ટની સુનાવણી દરમિયાન તત્કાલ પર ભાર આપતા કહ્યું કે શુક્લાને હાલમાં ગૂગલથી એક નોટિસ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના એકાઉન્ટમાં જોડાયેલો ડેટા એપ્રિલમાં હટાવી દેવામાં આવશે, જ્યારે તેને નિષ્ક્રિય થવાને એક વર્ષ થઈ જશે. ત્યારબાદ ન્યાયમૂર્તિ વીડી નાણાવટીએ અધિકારીઓ અને ગૂગલને નોટિસ જારી કરી 26 માર્ચ સુધી તેનો જવાબ માંગ્યો છે.