Loksabha Election 2024: ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના ભાજપનાં સપનાં પણ આ પડકારો પાટીલ અને દાદાને અપાવી શકે છે ટેન્શન

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર રાજ્યની તમામ 26 સીટો જીતીને સતત ત્રીજીવાર ક્લીનસ્વીપ કરવા પર છે. લેટેસ્ટ સર્વે અનુસાર ભાજપ ગુજરાતમાં ફરી તમામ 26 સીટો જીતશે. 
 

Loksabha Election 2024: ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના ભાજપનાં સપનાં પણ આ પડકારો પાટીલ અને દાદાને અપાવી શકે છે ટેન્શન

અમદાવાદઃ Loksabha Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેએ મતદાન થવાનું છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓ કરી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 સીટો કબજે કરી હતી. તાજેતરમાં આવેલા સર્વેમાં પણ સામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર ગુજરાતમાં તમામ 26 સીટો જીતી શકે છે. તેવામાં આખરે એક સવાલ મનમાં આવે છે કે તે કયું સૌથી મોટુ ફેક્ટર છે જેના કારણે ભાજપ ત્રીજીવાર ક્લીનસ્વીપ કરવાની નજીક છે. આ દરમિયાન કોંગ્રેસની પાસે ગુજરાતમાં પોતાનું પ્રદર્શન સુધારવાની એક તક પણ છે. કોંગ્રેસ પાસે એક તક છે. અમિત ચાવડા 12 સીટો જીતવાનો દાવો કરી રહ્યાં છે પણ એ ધોળે દહાડે સપનાં દેખવા સમાન છે. 

સરકાર સામે આ છે વિરોધ

રાજનીતિક જાણકારોનું કહેવું છે કે પીએમ મોદીનો કરિશ્મા સૌથી મોટુ કારણ છે. મોદીનો કરિશ્મા તે મુખ્ય કારણોમાંથી એક છે જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતદાતાઓને સૌથી વધુ પ્રભાવિત કરશે. ગુજરાતની તમામ 26 લોકસભા સીટો માટે એક તબક્કામાં 7 મેએ મતદાન થશે અને મતગણના ચાર જૂને થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સત્તાવિરોધી લહેર, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા જેવા ઘણા મુદ્દા છે. પરંતુ ભાજપની નજર ગુજરાતની તમામ સીટો પર પોતાનો કબજો યથાવત રાખવા પર છે. 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના સૌથી મોટા મુદ્દા

પ્રધાનમંત્રી મોદીનો જાદૂ
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રૂપમાં એક હુકમનો એક્કો છે, જે ગુજરાતથી છે અને 2001થી 2014 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં છે. પોતાના ગૃહ રાજ્યમાં સમર્થકો પર તેમનો દબદબો યથાવત છે. 

સત્તાવિરોધી ભાવના
રાજકીય જાણકારોનું માનવું છે કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ, કેન્દ્રમાં ભાજપના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાનની સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તેને લાગે છે કે વિચારધારાના આધાર પર મત ન આપનાર લોકોને યોગ્ય વિકલ્પ રજૂ કરી વિપક્ષ દ્વારા પ્રભાવિત કરી શકાય છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે આ કોંગ્રેસ માટે એક મોટી તક હોઈ શકે છે. 

મોંઘવારી
મોંઘવારીના પ્રભાવના સંદર્ભમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેથી મોંઘવારી આ ચૂંટણીમાં એક પરિબળ હોઈ શકે છે કે છેલ્લા 10 વર્ષમાં ભાવ વધારાએ કઈ રીતે લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. આ મુદ્દાને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યો છે. 

બેરોજગારી
આ એક મુદ્દો એવો છે જેનો ઉપયોગ કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરવા માટે કરી રહી છે. કારણ કે આ મુદ્દો સીધી રીતે સામાન્ય લોકોના જીવનને અસર કરે છે, તેથી મતદાતા જ્યારે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે તો તેના મનમાં આ વાત સૌથી ઊપર હશે.

ખેડૂતોના મુદ્દો
રાજકીય જાણકારોનું કહેવું છે કે વધુ વરસાદને કારણે પાકને નુકસાન માટે યોગ્ય વળતરની કમી, ખાતરની અછત અને પરિયોજનાના વિકાસ માટે જમીન અધિગ્રહણ જેવા મુદ્દા પણ મતદારોને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news