શ્રી કૃષ્ણ પર કરેલી ટિપ્પણી મામલે ZEE 24 કલાકના મંચ પર ગોપાલ ઈટાલિયાએ માગી માફી
દ્વારકાની જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે
ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ZEE 24 કલાકે રાજનીતિના તમામ પક્ષોના ધૂરંધર નેતાઓને અમે એક મંચ પર બોલાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ મહાનુભાવો સાથે મિશન 2022 ની રણનીતિ પર ચર્ચા કરી રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના મંચ પરથી ભગવાન શ્રી કૃષ્ણ પર ટિપ્પણી કરનારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ માફી માગી છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે દ્વારકામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું. દ્વારકાની જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની લાગણી દુભાતા ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:- સ્વામીનારાયણ સાધુના બફાટ મુદ્દે વડોદરાના સંતનો પ્રબોધ સ્વામી પર કટાક્ષ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube