આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા
નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ મદદનીશ ઈજનેરને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઘણા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યાં છે. જે કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય કે ફોજદારી કેસમાં તપાસ ચાલુ હોય તેવા કિસ્સામાં ઘણા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ અપાવી ઘરે બેસાડી દેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા
નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. જે પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. આ પાંચેયને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કડકડતી ઠંડી માટે રહો તૈયાર! તાપમાનમાં થવાનો છે ઘટાડો, અંબાલાલ અને હવામાનની આગાહી
આ પાંચ અધિકારીઓને નિવૃત્ત કરાયા
વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જશવંતસિંહ મગનભાઈ પરમારને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. જે વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ વિભાગમાં ફરજ બજાવી રહ્યાં હતા. આ સિવાય પ્રદિપભાઈ વજાભાઈ ડામોર જે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં કામ કરી રહ્યાં હતા. આ સિવાય શૈલેષભાઈ દેસાઈને પણ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
આ સિવાય બાબુભાઈ રામભાઈ દેસાઈ, જે સુજલામ સુફલામ વર્તુળ-2 હેઠળ કામ કરી રહ્યાં હતા, તેમને પણ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ સિવાય અરવિંદભાઈ ભીખુભાઈ માહલા, જે સુરત સિંચાઈ વિભાગમાં કાર્ય કરતા હતા તેને પણ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.