નારાયણ સાંઈને થઇ શકે છે આટલી સજા, જાણો શું કહે છે સરકારી વકીલ
સરકારી વકીલ પ્રફુલ સિંહ પરમારે જણાવ્યુ હતું કે, ખુબજ ચર્ચામાં આવેલ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સેન્શન કોર્ટના જજ પ્રતાપદાન ગઢવીએ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય બદલ દોષિત જાહેર કર્યા છે.
સુરત: નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય બદલ દોષિત જાહેર કર્યા છે. આ સાથે તેના સહાયકોને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ કેસમાં સજાની સુનાવણી આગામી 30મી એપ્રિલના રોજ કરવામાં આવશે.
વધુમાં વાંચો: Narayan Sai rape case: નારાયણ સાંઇ દુષ્કર્મ કેસમાં દોષિત, 30મીએ સજા સંભળાવાશે
આ કેસને લઇ સરકારી વકીલ પ્રફુલ સિંહ પરમારે જણાવ્યુ હતું કે, ખુબજ ચર્ચામાં આવેલ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સેન્શન કોર્ટના જજ પ્રતાપદાન ગઢવીએ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય બદલ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં સાંઈ ઉપરાંત તેના સહાયકો ગંગા, જમના, હનુમાન અને રાજકુમાર મલહોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી 53 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જ્યારે સામે પક્ષે 43 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં સજાની સુનાવણી 30મી એપ્રિલના રોજ કરવામાં આવશે.
ડ્રામા આર્ટિસ્ટ મર્ડર કેસ: પ્રાચીનું 4-4 વખત ગળું દવાબી કરાઇ હત્યા, જાણો શું હતું કારણ
સરકારી વકીલના જણાવ્યા અનુસાર, આ કેસની ફરિયાદ તત્કાલીન ડીસીપી શોભા ભૂતડાએ લીધી હતી. જ્યારે તત્કાલિન કમિશ્નર રાકેશ અસ્થાનાની દેખરેખ હેઠળ એ.આર.મુનશી અને મુકેશ પટેલે આ કેસની તપાસ કરી હતી. કોર્ટે નારાયણ સાંઇને બળાત્કાર અને અપ્રાકૃતિક કૃત્યના ગુનામાં દોષિત જાહેર કર્યો છે.
વધુમાં વાંચો: લોહીના જ સંબંધને કલંકિત કર્યો: સગા ભાઇએ જ બે બહેનો પર ગુજાર્યો બળાત્કાર
સરકારી વકીલના જણાવ્યા અનુસાર, આ કેસમાં કુલ 11 આરોપી સામે કેસ દાખલ હતો. જેમાંથી 5 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે જ્યારે અન્ય બાકીના આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી દીધા છે. નારાયણ સાંઇ સામે કલમ 376 C, 377, 354, 323, 504, 506-2, 508, 120-B અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જ લગાવવામાં આવ્યો હતો. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછોમાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ ઉમરકેદની સજા થઇ શકે છે.
ભાવનગર: ભર ઉનાળે પાણી માટે વલખા, મહિલા સહિત લોકોએ કર્યો ચક્કાજામ
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ગંગા અને જમના નારાયણ સાંઈની મુખ્ય મદદગાર હતી. નારાયણ સાંઈ જે યુવતીને પસંદ કરતો તેનું બ્રેઇનવોશ કરવાનું કામ ગંગા અને જમના કરતી હતી. એટલું જ નહીં જ્યારે હિંમતનગર ખાતે ભોગ બનનારને ઘરે આવવું હતું. તો મુખ્ય આરોપી નારાયણ સાંઈની સુચનાથી તેને રૂમમાં પૂરી દીધી હતી એ ગંગા જમનાએ કૃત્ય કર્યું હતું અને તેને માર માર્યો હતો.
વધુમાં વાંચો: વડોદરા-હાલોલ રોડ પર ટોલ પ્લાઝાની ઓફિસમાં ગળે ફાંસો ખાઇને યુવાનો આપઘાત
હનુમાનનો રોલ પ્રથમથી જ મુખ્ય આરોપીને મદદ કરવાનો હતો. બનાવના દિવસે આશ્રમના દરવાજાથી કુટીર સુધી લઇ જવાનું કામ હનુમાને કર્યું હતું. હનુમાન નારાયણ સાંઈની સાથે જ રહેતો હતો. આ કેસમાં નેહા દિવાન અને અજય દિવાનને કોર્ટે છોડી મૂક્યા છે. નારાયણ સાંઈ જે ગાડીમાંથી મળ્યો હતો તે નેહા અને અજય દિવાનના નામે નોંધાયેલી હતી.
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...