ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત સરકારે આજે વધુ એક મોટી જાહેરાત કરી છે. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં નવી જીઆઈડીસીઓ સ્થપાતા હજારો રોજગારીની તકો ઊભી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર ભારે આગામી 4 દિવસ! ભરઉનાળે કાળાડિબાંગ વાદળ લઈ વિહાર કરી રહ્યાં છે વરુણદેવ


ગુજરાત સરકારે નવી 21 GIDC બનાવવાની સરકારે જાહેરાત કરી છે, જેમાં અમદાવાદના ગાંગડને નવી જીઆઇડીસી મળશે. આ સિવાય થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે.


IAS Promotion: ગુજરાતના 4 IAS અધિકારીઓને અપાયા પ્રમોશન, જયંતિ રવિનું કમબ્રેક  


ઉત્તર ગુજરાતમાં સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને  નાની ભલુમાં પણ જીઆઈડીસી બનશે. કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીને પણ નવી જીઆઇડીસી મળશે. તેના માટે ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે.