નવસારી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમનો પરિવાર કોરોના સંક્રમિત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો -નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.


હાઈકોર્ટની સરકારને ટકોર, બહારથી આવતા લોકોને રોકો, કોઈને ખરાબ લાગે તેની ચિંતા ન કરો

એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાટક પર ટ્રેન હોય ત્યારે લાંબો સમય સુધી ઉભા રહેવું પડતું હતું. જેના કારણે લાંબો ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી હતી. સમય પણ ખુબ જ બગડતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર