સરકાર દ્વારા વધારાની 7 ટી.પીને મંજૂરી આપી, માળખાકીય સુવિધામાં થશે વધારો
મુખ્યમંત્રી મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા સાથે દેશને આત્મનિર્ભરતા ના માર્ગે લઈ જવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીનરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે.પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે.
ગાંધીનગર : મુખ્યમંત્રી મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા સાથે દેશને આત્મનિર્ભરતા ના માર્ગે લઈ જવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીનરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે.પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે.
સુરતના હીરા ઉદ્યોગને બેવડો માર, લોકડાઉન બાદ રત્નકલાકારોનો પગાર કાપી લેવાતા રોષ
મુખ્યમંત્રીએ આ પાંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરમાં સુઆયોજીત વિકાસ ત્વરિત અને પારદર્શી ઢબે કરવાના અભિગમથી ૭ જેટલી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ના નેતૃત્વમાં સતત બે વર્ષથી ટાઉન પ્લાનીંગ સ્કીમની મંજુરીની સદી બાદ ત્રીજા વર્ષે પણ ટી.પી. સ્કીમની મંજૂરીનો અવિરત પ્રવાહ ચાલું રહ્યો છે.
સામાન્ય પ્રવાહમાં ગણતરીનાં વિષયો કરતા ભાષામાં વિદ્યાર્થીઓ વધારે ચમક્યાં
૨૦૨૦માં કોરોના વાયરસ સંક્રમણને કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાતા પૂર્વેના ત્રણ મહિનામાં જ મુખ્યમંત્રીએ ૧૧ ડ્રાફ્ટ ટી.પી., ૧૧ પ્રીલીમીનરી ટી.પી., ૩ ફાઇલન ટી.પી. એમ કુલ મળીને 25 ટી.પી. અને એક ફાયનલ ડી.પી. મંજૂર કરી છે. મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ સામે-કોરોના સાથે સાવચેતીપૂર્વક જીવન વ્યવહારો અને પ્રવૃતિઓ રાબેતા મુજબ કરવાનો રવૈયો અપનાવી જનજીવન પૂર્વવત થાય અને માળખાકીય વિકાસકામો સહિતના કાર્યોમાં નવી ગતિ-નવી દિશા માટે અનલોક-૧ અંતર્ગત શરૂઆતમાં જ આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમની પ્રથમ અઠવાડિયામાં મંજુરી બાદ બીજા અઠવાડિયામાં વધુ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે.
ગ્રામીણ કેન્દ્રોનાં ટોપ પરિણામ સાબિત કરે છે કે શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે
મુખ્યમંત્રીએ હવે મંજૂર કરેલી ટી.પી. સ્કીમમાં અમદાવાદની છ ડ્રાફ્ટ ટી.પી. તથા એક પ્રીલીમીનરી ટી.પી.નો સમાવેશ થાય છે. જેમાં કલાણાની ટી.પી.સ્કીમ નં.૩૮૩, ૧૪૦/અ, ૧૪૦/બ, ૧૪૧ અને ૧૪૪ તથા સનાથલની ટી.પી.સ્કીમ નં.૪૦૪ (બી) ના ડ્રાફ્ટને મંજૂરી તથા ટી.પી.સ્કીમ નં.૩૬ (છારોડી)ની પ્રીલીમીનરી મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. અમદાવાદ-ઔડા વિસ્તારની છ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા ખાસ કરીને કલાણાના ગામતળ એક્સટેન્સન તથા ઔદ્યોગિકનો ઘણો મોટો વિસ્તાર તેમજ સનાથલના શહેરથી થોડે દૂરના અંતરોના ગામોમાં વિકાસની વધુ તકો ઉપલબ્ધ થઇ છે તથા આશરે ૬૦૦ હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળ્યો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વિસ્તાર, મહુવા તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ
અમદાવાદ-ઔડા વિસ્તારની છ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમથી સત્તામંડળને ૨૧૫ જેટલા જાહેર હેતુની પ્લોટો સંપ્રાપ્ત થશે. આવા જાહેર હેતુના સંપ્રાપ્ત થનારા પ્લોટોમાં આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ (SEWSH) માટે આશરે ૨૫.૬૫ હેકટર્સ જમીન, બગીચા/ખુલ્લી-જગ્યા/રમત-ગમતના મેદાન વિગેરે માટે આશરે ૨૨.૦૦ હેકટર્સ જમીન તેમજ સામાજીક માળખા માટે આશરે ૨૬.૨૦ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે લગભગ ૬૮.૦૦ હેકટર્સ જમીન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપવા પણ તાકીદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube