અમદાવાદ : હાલમાં ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતીને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા ઓરિસ્સાનાં પુરીમાં 23 જૂનનાં રોજ શરૂ થનારી ભગવાન રથયાત્રાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેના પગલે રથયાત્રા સામે સવાલો ઉઠી રહ્યા છે. આજે રથયાત્રા પર પ્રતિબંધ લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોરોનાની મહામારીના કારણે રથયાત્રા મોકુફ રાખવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાનાં સમગ્ર રૂટમાં અનેક કોરોના ગ્રસ્ત વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેઇનમેનન્ટ ઝોન આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાનાં નવા 510 કેસ, 389 દર્દીઓ સાજા થયા, સરકારનો સબ સલામતનો દાવા

જો કે આ અંગે પહેલાથી જ અસંમજસની સ્થિતી છે. પોલીસ દ્વારા વિવિધ ફોર્સની માંગણી કરવામાં આવી છે. પ્રાસંગિક તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. જો કે બીજી તરફ સરકાર હજી સુધી કોઇ જ નિર્ણય લેવાયો નહી હોવાનો અને મંદિર ટ્રસ્ટ સાથે કોઇ જ ચર્ચા નહી થઇ હોવાનું સતત ચલાવી રહ્યા છે. જેના કારણે અસમંજસની સ્થિતી સર્જાઇ છે. 


VIDEO : દ્વારકાધીશની માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુ ભાનો હૂમલો

જો કે સરકારમાં રહેલા સુત્રો સતત જણાવી રહ્યા છે કે, હાલ સરકાર કોઇ મુદ્દે આગળ વધવા માંગતી નથી. તે માત્ર હાઇકોર્ટમાં દાખલ પિટિશન મુદ્દે વેઇટ એન્ડ વોચ કરી રહી છે. હાઇકોર્ટ જે પ્રકારનો ચુકાદો આપે તે પ્રકારે સરકાર આગળ વધવાની રણનીતિ પર આગળ વધી રહી છે. માટે હાલ સરકાર આ મુદ્દે રાહ જોઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube