મિતેશ માળી, વડોદરા: મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું. તમામને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ


કોરોનાને પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાદરામાં ત્રણ દિવસથી જડબેસલાક બંધ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર તરફથી પોતાના માદરે વતન ફરી રહેલા 120 જેટલા શ્રમજીવી પરિવારો ચાલતા ચાલતા પાદરા પહોંચ્યા હતા. પરંતુ આ તમામ શ્રમજીવી પરિવારોને પોતાના માદર વતન મધ્ય પ્રદેશ જવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા શ્રમજીવી પરિવારો પાદરામાં અટવાયા હતા.


સીએમ રૂપાણીએ આ બાળકો માટે કરી જાહેરાત, વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓfacebook | twitter | youtube