રાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ

દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ગુજરાતમાં વધુ 3 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અત્યાર સુધી કોરોનાના 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જામનગરની લેબમાં રાજકોટના 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Updated By: Mar 27, 2020, 08:57 PM IST
રાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ

મુસ્તાક દલ, જામનગર: દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ગુજરાતમાં વધુ 3 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અત્યાર સુધી કોરોનાના 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જામનગરની લેબમાં રાજકોટના 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. તો દેશભરમાં કોરોના વાયરસના 724થી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:- યુવતીનો પરિવાર જ બન્યો તેના માટે યમરાજ, ગળુ દબાવી કરી નિર્મમ હત્યા

રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી
આજે જામનગરની લેબમાં આજે કુલ 18 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના 11 સેમ્પલ, પોરબંદર જિલ્લાના 4 સેમ્પલ, જામનગરના 2 સેમ્પલ અને મોરબીમાંથી 1 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 15નો રિપોર્ટ નેગેટિવ અને 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 37 વર્ષના બે પુરૂષ અને 35 વર્ષિય મહિલાના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો:- જો તમે હોમ કવોરેન્ટાઈનમાં છો અને ઘરથી બહાર નીકળી રહ્યા છો તો થઈ જજો સાવધાન

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
ગુજરાતમાં કોરોના પીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 47 કેસ પોઝિટિવ છે. જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 8 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓfacebook | twitter | youtube