અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે.  ખાસ કરીને સુરત અને અમદાવાદની સ્થિતિ ખુબ જ નાજુક છે. જો કે આ અંગે અમદાવાદનાં વહીવટ તંત્ર દ્વારા કોરોના ફેલાવા પાછળનો એક ચોક્કસ પેટર્ન અને તે ફેલાતા હોય તે વિસ્તારનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેના આધારે કોરોના રીંગ રોડની આસપાસના વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધારે થાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઈમ્બતુર વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો


કોરોનાના એક્ટીવ કેસ શોધવા જિલ્લામાં એગ્રેસીવ ટેસ્ટીગ જોવા મળી રહ્યું છે. ટેસ્ટના કુલ ૭૦ ટકા ટેસ્ટ આરટીપીસીઆર કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એગ્રેસીવ ટેસ્ટીંગ સાથે જિલ્લામાં એગ્રેસીવ વેક્શીનેશનની કાર્યવાહી પણ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. ૪૫ વર્ષ ઉપરના વ્યક્તિઓને યુધ્ધના ધોરણે રસી અપાઇ રહી છે. 


ગુજરાતના કોરોના ઇતિહાસનો પ્રથમ કેસ, કોરોના વોર્ડમાંથી ગુમ દર્દીનો મૃતદેહ મળ્યો, પરિવારના ગંભીર આક્ષેપ


ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ટેસ્ટીગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરી વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અવર જ્વર હોવાથી સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે. સાણંદ નગરપાલિકા બારેજા દસક્રોઇ શેલા વિસ્તારમાં કોરેનાના કેસ પ્રમાણમાં વધારે જોવા મળી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube