ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઈમ્બતુર વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદ: મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 06335 ગાંધીધામ-નાગરકોઇલ સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવારે 10.45 કલાકે ગાંધીધામથી ઉપડશે અને રવિવારે (ત્રીજા દિવસે) 06.30 કલાકે નાગરકોઇલ પહોંચશે. આ ટ્રેન (Train) 30 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06336 નાગરકોઇલ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ દરેક મંગળવારે 14.45 કલાકે નાગરકોઇલથી ઉપડશે અને ગુરુવારે (ત્રીજા દિવસે) 12.00 કલાકે ગાંધીધામ (Gandhidham) પહોંચશે.
આ ટ્રેન 27 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં સામખિયાલી, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઇસર, વસઇ રોડ, ભિવંડી રોડ, પનવેલ, ચિપલુણ, રત્નાગીરી, સાવંતવાડી રોડ, મડગાંવ, કરવર, કુમટા, મુરુડેશ્વર, બાઇંડૂર, કુંડાપુરા, ઉડીપી, સુરથકલ, મંગ્લોર જંકશન, કાસરગોડ, કન્નુર, તેલિચેરી, વડકારા, કોજીકોડ, ફેરોક, તિરુર, કુટ્ટીપુરમ, પટ્ટામ્બી, શોરાનુર, થ્રિસુર, અલુવા, એર્નાકુલમ ટાઉન, કોટ્ટાયમ, તિરુવલા, ચેંગાનુર, કોયમકુલમ, કૉલમ અને ત્રિવેન્દ્રમ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 06335 નું વધારાનું સ્ટોપેજ કાન્હાગદ, પય્યાનૂર, કન્નપુરમ, ક્કિલાંડી, પરપનગડી અને ત્રિવેન્દ્રમ પેટા સ્ટેશનો પર રહેશે, જ્યારે ટ્રેન નંબર 06336 નું વધારાનું સ્ટોપજ મણીનગર સ્ટેશન પર રહેશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.
ટ્રેન નંબર 06613 રાજકોટ-કોઈમ્બતુર સાપ્તાહિક સ્પેશિયલ દર રવિવારે 05.30 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 21.30 કલાકે કોઈમ્બતુર પહોંચશે. આ ટ્રેન 25 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 06614 કોઈમ્બતુર-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવારે 00.15 કલાકે કોઈમ્બતુરથી ઉપડશે અને બીજા દિવસે 17.50 કલાકે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન 23 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ, પુણે, દૌંડ, સોલાપુર, કલબુર્ગી, વાડી, રાયચુર, મંત્રાલયમ રોડ, અડોની, ગુંટકલ, ગુટી, અનંતપુર, ધર્મવારમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ, બંગારપેટ, તિરુપ્પૂરતુર, સલેમ, ઇરોડ અને તિરુપ્પૂર સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 06613 નું યેલહાંકા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ રહેશે, જ્યારે ટ્રેન નંબર 06614 નું બોઇસર અને મણિનગર સ્ટેશનો પર વધારાનું સ્ટોપજ આપવામાં આવશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ રહેશે.
ટ્રેન નંબર 06335 અને 06613 નું બુકિંગ 13 એપ્રિલ, 2021 ના રોજ નિયુક્ત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડા પર આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ, ઑપરેટિંગ સમય, સંરચના, આવર્તન અને સંચાલન દિવસોની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે