Gujarat gandhinagar : ગુજરાત સરકાર હવે લાંચિયા બાબુઓને છોડવાના મૂડમાં નથી. ઉચ્ચ અધિકારીઓ પર તવાઈ બોલાવ્યા બાદ હવે નાના કર્મચારીઓનો વારો છે. મહેસૂલ અને ગૃહવિભાગમાં ભ્રષ્ટાચારના પ્રસરી ગયેલા સડાને કાબૂમાં લેવા માટે સરકારે નિર્ણય લીધો છે.  રાજ્ય સરકારના વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જી હા...હવેથી વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓએ પણ પોતાની મિલકતો અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વર્ગ 3 ના કરાર આધારિત કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર મિલકતો અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે. ભ્રષ્ટાચારની બુમરાણ વચ્ચે હવે ગુજરાત સરકાર કડક બની રહી છે. રાજ્યના લાખો સરકારી કર્મચારીઓએ પોતાની મિલકતો જાહેર કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ


સરકારના વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓએ આ વર્ષે 15 મે સુધીમાં ફરજિયાત કર્મયોગી સોફ્ટવેર દ્વારા પોતાની પાસે રહેલી મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી માસ સુધીમાં પોતાની સ્થાવર મિલકત દર વર્ષે જાહેર કરવી પડે છે. આવા વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરજિયાત તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે.


આ ડેરીએ ઘીના ભાવમાં કર્યો મોટો ઘટાડો, આવતીકાલથી નવો ભાવ લાગુ, જાણી લેજો નવી કિંમત


જો આ મિલકત સમયસર જાહેર ન કરે તો સરકાર દ્વારા પગાર અટકાવવા સહિતના પગલાં ભરવામાં આવશે. રાજ્ય સરકારના વર્ગ એક થી વર્ગ ૩ ના કર્મચારી અધિકારીઓ ની વરસ દરમિયાન થાવર કે જંગમ મિલકતમાં થયેલા ફેરબદલને ની પણ નોંધ કરવી પડશે.જેને પગલે સરકારના ધ્યાનમાં રહેશે વર્ગ 3ના કર્મચારીની મિલકત કેવી રીતે વધી રહી છે. 


ભૂપેન્દ્ર 'દાદા'ની મોટી જાહેરાત; હિંમતનગરની હદ વધારાઈ, જમીનના રાતોરાત ઉંચકાઈ જશે ભાવ