ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનની મોકળાશ કાર્યક્રમ પછી પત્રકારો સાથે ચર્ચા કરી રહી. સીએમ રૂપાણીએ કહ્યું કે, છેલ્લા ચાર મહિનાથી મુખ્યમંત્રીનો મનની મોકળાશ કાર્યક્રમ નિયમિત રીતે 5 તારીખે કરવામાં આવી રહ્યો છે. જેમાં નાના-ગરીબ મધ્યમ વર્ગના લોકો સાથે ખુલ્લા મનથી વાતચીત થાય તેવો ઈરાદો છે. દ્વીપક્ષીય રીતે વાતચીત થાય અને તેમની સમસ્યાઓનો ઉકેલ આવે તે મુખ્ય હેતુ છે. આજે મીઠું પકવતા અગરિયાઓ સાથે આજનો વાર્તાલાપ કર્યો છે. ખુબ જ મહેનત-મજુરી તેઓ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતમાં 70 ટકા મીઠું ગુજરાત પકવે છે. ગુજરાતના વિકાસમાં આ ભાઈઓનો પરિશ્રમ ખુબ જ મહત્વ ધરાવે છે. તેમની સમસ્યાઓ જેવી કે મીઠું પાણી અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો પુરી થાય તે અનિવાર્ય છે. સાથે-સાથે શિક્ષણ, આરોગ્ય વગ્રે બાબતે તેમને ચિંતાઓ રહે એ વ્યાજબી છે. 


Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરાવીને જ રહીશું- યુવરાજસિંહ


બિનસચિવાલય પરીક્ષા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આજે સવારથી સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો ચાલી રહી છે. મારી સરકારે 1.25 લાખ ભરતી કરી છે. તમામ ભરતી પારદર્શક રીતે કરાઈ છે. આ પરીક્ષામાં જે ગેરરીતિની ફરિયાદ છે તેની તપાસ કરવામાં આવશે. સરકાર વિદ્યાર્થીઓની સાથે છે. મને આશા છે કે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. સરકાર તેમની સાથે વાટાઘાટો કરી રહી છે. 


બિનસચિવાલય પરીક્ષા આંદોલન : 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા, જુઓ CMએ શું કહ્યું...


ગઈકાલે કેબેનેટમાં અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, એલઆરડીની આટલી મોટી પરીક્ષા પછી જો જગ્યા ખાલી રહેતી હોય તો સ્વાભાવિક છે કે પરીક્ષામાં વેઈટિંગમાં આવનાર વિદ્યાર્થીને અન્યાય ન થાય. આથી, તેમાં પણ વેઈટિંગ લિસ્ટનો સમાવેશ કરવામાં આવે અને જે લોકો હાજર ન થયા હોય તેની સુચના આપી છે. સરકાર તેમાં વ્યવહારુ રસ્તો અપનાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...